IND vs WI: વેસ્ટ ઇન્ડિઝ ની પ્રથમ બે t 20 મેચ માટે ટીમ જાહેર, ક્રિસ ગેલ બહાર

Ind vs WI: ભારત વેસ્ટ ઇન્ડિઝ સીરિઝ માટે વેસ્ટ ઇન્ડિઝે પ્રથમ બે ટી 20 મેચ માટે ટીમ જાહેર કરી છે. જોકે આ ટીમમાં ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે બેટ્સમેન ગેલનો સમાવેશ કરાયો નથી. 

IND vs WI: વેસ્ટ ઇન્ડિઝ ની પ્રથમ બે t 20 મેચ માટે ટીમ જાહેર, ક્રિસ ગેલ બહાર

નવી દિલ્હી : આગામી મહિનાથી શરૂ થતી ભારત વેસ્ટ ઇન્ડિઝ (India vs West Indies) સીરિઝ માટે ભારત બાદ વેસ્ટ ઇન્ડિઝે પણ પોતાની ટીમ જાહેર કરી છે. ત્રણ તારીખથી શરૂ થતી આ સીરિઝમાં ત્રણ ટી 20, ત્રણ વન ડે મેચ અને બે ટેસ્ટ મેચ રમવાની છે. વેસ્ટ ઇન્ડિઝે પ્રથમ બે ટી 20 માટે પોતાની ટીમ જાહેર કરી છે. આ ટીમ માટે કાર્લોસ બ્રેથવેટને કેપ્ટેન બનાવાયો છે. બ્રેથવેટ આ અગાઉ ગત વર્ષે ઓક્ટોબર માસમાં રમાયેલી સીરિઝ માટે પણ કેપ્ટન હતો. જોકે નવાઇની વાત એ છે કે આ ટીમમાં ક્રિસ ગેલને સ્થાન અપાયું નથી. 

વિશ્વ કપના આ ખેલાડીઓને મળ્યું સ્થાન
આ ટીમમાં વેસ્ટ ઇન્ડિઝના ઘણા એવા ખેલાડીઓ છે કે જે વિશ્વ કપમાં રમ્યા હતા. જ્યારે કેટલાક સમયથી એ જોવાઇ રહ્યું છે કે વન ડે અને ટી 20 મેચની ટીમ ટેસ્ટ ટીમ કરતાં અલગ હોય છે. આ ટીમમાં આંદ્રે રસેલ, નિકોલસ પૂરન, ઇવાન લુઇસ, શિમરોન હેટમાયર, શેલ્ડન કોટ્રેલ, ઓશાને થોમસને સ્થાન અપાયું છે. જ્યારે જેસન હોલ્ડર, ક્રિસ ગેલ, ડેરેન બ્રાવો, એસલે નર્સ, ફેબિયન અલેન, શાઇ હોપ કેમાર રોચ અને શેનન ગૈબ્રિયલને આ ટીમમાં સ્થાન અપાયું નથી. 

પોલાર્ડ અને સુનીલની ઘર વાપસી
કીરોન પોલાર્ડ અને સુનીલ નારાયણની ટીમમાં વાપસી થઇ છે. આ પસંદગીમાં આઇપીએલની અસર સ્પષ્ટ રીતે દેખાઇ રહી છે. ટીમમાં મોટા ભાગે આઇપીએલમાં રમેલા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. માત્ર ક્રિસ ગેલ જ એવો છે કે જેની બાદબાકી કરવામાં આવી હોય. આ ટીમમાં કેપ્ટન બ્રેથવેટ, સુનીલ નારાયણ અને આંદ્રે રસેલ આઇપીએલમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ માટે રમ્યા હતા. 

ટી 20 સીરિઝ પહેલા બે મેચ ત્રણ અને ચાર ઓગસ્ટે અમેરિકાના ફ્લોરિડા લોડરહિલના સેન્ટ્રલ બ્રોવર્ડ રીઝનલ પાર્ક સ્ટેડિયમ, ટર્ફ ગ્રાઉન્ડ પર રમાશે. જ્યારે આ સીરિઝની છેલ્લી મેચ 6 ઓગસ્ટે વેસ્ટ ઇન્ડિઝમાં ગુઆનાના પ્રોવિડેન્સ સ્ટેડિયમમાં રમાશે. ત્યાર બાદ 8 ઓગસ્ટથી વન ડે સીરિઝ શરૂ થશે. પહેલી મેચ ગુઆનાના પ્રોવિડેન્સ સ્ટેડિયમમાં જ રમાશે. ત્યાર બાદ બે મેચ ત્રિનિદાદમાં પોર્ટ ઓફ સ્પેનના કીન્સ પાર્ક ઓવલમાં રમાશે. 

પહેલી બે ટી 20 મેચ માટેની વેસ્ટ ઇન્ડિઝની ટીમ : કાર્લોસ બ્રેથવેટ (કેપ્ટન) જોન કેમ્પબેલ, ઇવાન લુઇસ, શિમરોન હોટમાયર, નિકોલસ પૂરન, કીરોન પોલાર્ડ, રોવમૈન પાવેલ, કીમો પૈલ, સુનીલ નારાયણ, શેલ્ડન કાર્ટેલ, ઓશાને થોમસ, એન્થની બ્રામ્બલે, આંદ્રે રસેલ, કૈરે પિયરે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news