IND vs SL: બીજી T20 મેચની Playing 11 માં હાર્દિક કરશે ફેરફાર? આ પ્લેયર્સ પર લટકી તલવાર

India vs Sri Lanka: ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટી20 મેચ 5 જાન્યુઆરીએ રમાશે. આ મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યા પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરી શકે છે. તે પહેલી ટી20 મેચમાં ખરાબ પ્રદર્શન કરનાર ખેલાડીને બહાર બેસાડી શકે છે. 

IND vs SL: બીજી T20 મેચની Playing 11 માં હાર્દિક કરશે ફેરફાર? આ પ્લેયર્સ પર લટકી તલવાર

નવી દિલ્હીઃ India vs Sri Lanka 2nd T20: ભારત બીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં શ્રીલંકાને ત્રણ મેચની સિરીઝમાં હરાવવાના ઈરાદાથી ઉતરશે તો બધાની નજર શુભમન ગિલ પર રહેશે, જે ઝડપથી રન બનાવી ઓપનિંગ બેટરના રૂપમાં પોતાનો દાવો મજબૂત કરવા ઈચ્છશે. પહેલી મેચમાં ઘણા સ્ટાર ખેલાડીઓએ ખરાબ પ્રદર્શન કર્યું હતું. તેવામાં બીજી ટી20 મેચની પ્લેઇંગ ઇલેવનમાં કેપ્ટન હાર્દિક પંડ્યા ફેરફાર કરી શકે છે. 

ગિલે તકનો ફાયદો ઉઠાવવો પડશે
ઓપનિંગ બેટરના સ્થાન માટે શુભમન ગિલને ઋતુરાજ ગાયકવાડ ટક્કર આપી રહ્યો છે અને તે સારૂ પ્રદર્શન કરવા ઈચ્છશે, જેનાથી તેની દાવેદારી મજબૂત થઈ શકે. ભારત વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ મેચમાં મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહ્યું પરંતુ તેણે રોમાંચક મેચમાં 2 રને જીત મેળવી હતી. આ વર્ષે વનડે વિશ્વકપ રમાવાનો છે અને તેવામાં ટી20 ફોર્મેટ પ્રાથમિકતા નથી. પરંતુ ગિલે ટીમમાં પોતાની જગ્યા પાક્કી કરવા માટે ભૂલ કરવાથી બચવું પડશે. 

ટી20 ક્રિકેટના મોટા મહારથી
શુભમન ગિલે 96 ટી20 મેચ (આઈપીએલ અને સૈયદ મુશ્તાક અલીમાં) રમ્યા બાદ કરિયર સ્ટ્રાઇક રેટ 128.74ની છે અને તે પોતાની પર્દાપણ મેચમાં લયમાં જોવા મળ્યો નહીં. કોલકત્તા નાઇટ રાઇડર્સ માટે ઘણીવાર ઈનિંગની શરૂઆત કરનાર ગિલ હવે ગુજરાત ટાઈટન્સના ટોપ ક્રમનો મહત્વનો ભાગ છે. પરંતુ તે વિકેટ પર સેટ થયા બાદ રન ગતિ વધારવાને મહત્વ આપે છે અને આ વલણને કારણે કેએલ રાહુલે ટી20 ટીમમાં પોતાની જગ્યા ગુમાવી છે.

ભારતની પાસે છે પ્રતિભાવાન ખેલાડી
ભારતની પાસે ટી20 ફોર્મેટમાં ઘણા સારા ખેલાડી છે. ઋતુરાજ ગાયકવાડ અને રાહુલ ત્રિપાઠી જેવા બેટર તકની રાહ જોઈ રહ્યાં છે. આશા છે કે ગિલ અને ઈશાન કિશનને સિરીઝની ત્રણેય મેચમાં ઈનિંગની શરૂઆત કરવાની તક મળશે અને પાવરપ્લેમાં તેનું દમદાર પ્રદર્શન બાદમાં આવતા બેટરોને નિડર થઈને રમવાનો આત્મવિશ્વાસ અપાવી શકે છે. 

ખરાબ ફોર્મમાં છે આ સ્ટાર બોલર
ભારતનો સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. ચહલને ટી20 વિશ્વકપમાં રમવાની તક મળી નહીં અને તેના મનોબળ પર ખરાબ અસર પડી છે. ચહલે પહેલી મેચમાં બે ઓવરમાં 26 રન આપી દીધા હતા. ત્યારબાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ તેનો સ્પેલ પૂરો કરાવ્યો નહીં. 

શ્રીલંકા વિરુદ્ધ ભારતીય ટી20 ટીમ
હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઇશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, સંજૂ સેમસન, વોશિંગટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, ઉમરાન મલિક, શિવમ માવી અને મુકેશ કુમાર. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news