IND vs SCO, T20 World Cup: શમી, જાડેજા અને રાહુલનું દમદાર પ્રદર્શન, ટીમ ઈન્ડિયાનો 8 વિકેટે વિજય

ભારતે માત્ર 6.3 ઓવરમાં બે વિકેટે 89 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. ભારતે 81 બોલ બાકી રહેતા લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 

IND vs SCO, T20 World Cup: શમી, જાડેજા અને રાહુલનું દમદાર પ્રદર્શન, ટીમ ઈન્ડિયાનો 8 વિકેટે વિજય

દુબઈઃઆઈસીસી ટી20 વિશ્વકપના સુપર-12ના એક મુકાબલામાં ભારતે સ્કોટલેન્ડને 10 વિકેટે પરાજય આપી ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત મેળવી છે. આ જીત સાથે ભારતને નેટ રનરેટમાં મોટો ફાયદો થયો છે. હવે ભારત નેટ રનરેટના મામલામાં ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન કરતા આગળ નિકળી ગયું છે. ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરતા ભારતે સ્કોટલેન્ડને માત્ર 85 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ત્યારબાદ ભારતે માત્ર 6.3 ઓવરમાં બે વિકેટે 89 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. ભારતે 81 બોલ બાકી રહેતા લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 

 

સ્કોટલેન્ડ 85 રનમાં ઓલઆઉટ
ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય બોલરોએ કેપ્ટન કોહલીના આ નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. ભારતે સ્કોટલેન્ડને માત્ર 85 રનમાં ઓલઆઉટ કરી દીધું છે. હવે ભારત ઓછી ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરીને પોતાની નેટ રનરેટ વધારી શકે છે. ભાતર તરફથી રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી છે. આ સિવાય બુમરાહને બે તથા અશ્વિનને એક સફળતા મળી છે. 

સ્કોટલેન્ડને લાગ્યો ત્રીજો ઝટકો
ભારતના બોલરોએ શાનદાર શરૂઆત કરી છે. સ્કોટલેન્ડને 28 રનના સ્કોર પર ત્રીજો ઝટકો લાગ્યો છે. ભારતને બુમરાહ, શમી અને જાડેજાએ એક-એક સફળતા અપાવી છે. 

બુમરાહે અપાવી પ્રથમ સફળતા
ભારતને ત્રીજી ઓવરમાં પ્રથમ સફળતા મળી છે. કોએત્ઝર માત્ર 1 રન બનાવી બુમરાહનો શિકાર બન્યો છે. 

ભારત (Playing XI):
કેએલ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, વરૂણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ. 

સ્કોટલેન્ડ (Playing XI):
જોર્જ મુન્સે, કાએલ કોએત્ઝર, મેથ્યૂ ક્રોસ, રિચી બેરિંગટન, કેલમ મૈક્લોયડ, માઇકલ લીક્સ, ક્રિસ ગ્રીવ્સ, માર્ક વોટ, સુફયાન શરીફ, અલાસદેર ઇવાન્સ, બ્રેડલી વ્હીલ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news