આર્યન ખાન કેસમાંથી હટાવવામાં આવ્યા સમીર વાનખેડે, હવે દિલ્હીની ટીમ કરશે તપાસ

આર્યન ખાન કેસમાં છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં રહેલા એનસીબીના ડોઝન ડાયરેક્ટર સમીર વાનખેડેને હવે આ કેસમાંથી હટાવી દેવામાં આવ્યા છે. 

આર્યન ખાન કેસમાંથી હટાવવામાં આવ્યા સમીર વાનખેડે, હવે દિલ્હીની ટીમ કરશે તપાસ

મુંબઈઃ Aryan Khan Drugs Case: અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાંથી એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને હટાવી દેવામાં આવ્યા છે. અરબાઝ મર્ચેન્ટ અને મુનમુન ધામેચા સહિત અન્યની મુંબઈ સમુદ્રની પાસે ક્રૂઝ પર દરોડા બાદ એનસીબીએ ત્રણ ઓક્ટોબરે તેની ધરપકડ કરી હતી. આર્યન ખાન 8 ઓક્ટોબરથી આર્થર રોડ જેલમાં બંધ હતો. ત્યારબાદ તેને હાઈકોર્ટે જામીન આપ્યા હતા. 

આર્યન વિરુદ્ધ માદક પદાર્થ રાખવા, તેનું સેવન કરવા, પ્રતિબંધિત માદક પદાર્થની ખરીદી અને વેચાણ તથા ષડયંત્રના મામલામાં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ (NDPS એક્ટ) ની યોગ્ય કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. બોમ્બે હાઈકોર્ટે આર્યનને 28 ઓક્ટોબરે જામીન આપી દીધા હતા. 

સમીર વાનખેડેને કેસની તપાસમાંથી હટાવ્યા બાદ ઉત્સાહિત નવાબ મલિકે ટ્વિટર પર લખ્યુ- સમીર વાનખેડે પાસેથી આર્યન કેસ સહિત 5 કેસ પરત લઈ લેવામાં આવ્યા છે, આવા 26 કેસ છે, જેમાં તપાસની જરૂર છે. આ તો માત્ર શરૂઆત છે. આ સિસ્ટમને સાફ કરવા માટે હજુ ઘણું કરવાની જરૂર છે અને અમે તે કરીશું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news