IND vs SA 3rd Test: કેપટાઉન ટેસ્ટમાં વિરાટ કોહલી રમશે કે નહીં, કોચ રાહુલ દ્રવિડે આપ્યો જવાબ

India vs South Africa: ટીમ આન્ડિયા દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝની અંતિમ મેચ માટે કેપટાઉન પહોંચી ગઈ છે. ટીમે અહીં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. 

IND vs SA 3rd Test: કેપટાઉન ટેસ્ટમાં વિરાટ કોહલી રમશે કે નહીં, કોચ રાહુલ દ્રવિડે આપ્યો જવાબ

નવી દિલ્હીઃ India vs South Africa Cape Town Test: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ 11 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાશે. આ મુકાબલો નિર્ણાયક સાબિત થશે. જોહનિસબર્ગમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયા હવે અંતિમ ટેસ્ટ મેચ જીતવાના ઈરાદાથી ઉતરશે. તે માટે ભારતીય ટીમે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. આ સાથે-સાથે કોચ રાહુલ દ્રવિડે વિરાટ કોહલીની ફિટનેસને લઈને નિવેદન આપ્યુ છે. 

ટીમ ઈન્ડિયાના ખેલાડી અભ્યાસ કરી રહ્યા છે. તે આગામી મુકાબલો કોઈપણ ભોગે જીતવા ઈચ્છશે. ભારતીય ક્રિકેટ બોર્ડે ભારતીય ટીમની તસવીર સાથે ટ્વીટ કર્યુ- અમે અહીં ખુબસુરત કેપટાઉનમાં છીએ. ભારતીય ટીમે ત્રીજી ટેસ્ટની તૈયારી શરૂ કરી દીધી છે. 

— BCCI (@BCCI) January 9, 2022

ત્રણ મેચની સિરીઝ હાલ 1-1થી બરાબર છે. ત્રીજી ટેસ્ટ કેપટાઉનમાં 11થી 15 જાન્યુઆરી સાથે રમાશે. દક્ષિણ આફ્રિકામાં પ્રથમવાર ટેસ્ટ સિરીઝ જીતવામાં લાગેલી ભારતીય ટીમે સેન્ચુરિયનમાં પ્રથમ મેચમાં 113 રને જીત મેળવી શાનદાર શરૂઆત કરી હતી પરંતુ જોહનિસબર્ગમાં બીજી ટેસ્ટ મેચમાં તેણે સાત વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. 

ભારતીય ટીમ શનિવારે કેપટાઉન પહોંચી હતી. ભારત બીજી મેચમાં કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં ઉતરી હતી અને કોચ દ્રવિડે આશા વ્યક્ત કરી હતી કે તે નિર્ણાયક મેચ માટે ફિટ થઈ જશે. કોહલીની ગેરહાજરીમાં કેએલ રાહુલે ટીમની કમાન સંભાળી હતી. 

ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજનું ત્રીજી ટેસ્ટમાં રમવુ શંકાસ્પદ છે. બીજી ટેસ્ટ મેચ દરમિયાન તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. તેના સ્થાને ઈશાંત શર્મા કે ઉમેશ યાદવને પ્લેઇંગ ઇલેવનમાં તક મળી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news