Maharashtra Covid Guidelines: મહારાષ્ટ્ર સરકારે કોરોના પ્રતિબંધોમાં કર્યો ફેરફાર, જાણો નવી ગાઇડલાઇન
રવિવારે જાહેર નવી ગાઇડલાઇન અનુસાર બ્યૂટી સલૂનને વાળ કાપનાર સલૂનની સાથે જોડવામાં આવશે અને 50 ક્ષમતાની સાથે ખોલવા દેવામાં આવશે. જિમ 50 ટકા ક્ષમતા સાથે ખુલશે.
Trending Photos
મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોવિડ-19ના વધતા કેસને જોતા પ્રદેશ સરકારે કોરોના પ્રતિબંધોમાં ઘણા ફેરફાર કર્યા છે. રવિવારે જાહેર નવી ગાઇડલાઇન અનુસાર બ્યૂટી સલૂનને વાળ કાપનાર સલૂન સાથે જોડવામાં આવશે અને 50 ટકા ક્ષમતા સાથે ખુલા રાખવાની મંજૂરી રહેશે. જિમ 50 ટકા ક્ષમતા સાથે ખુલશે. માત્ર સંપૂર્ણ રસીકરણ કરાયેલા વ્યક્તિઓને તે સેવાઓનો ઉપયોગ કરવાની મંજૂરી હશે. શનિવારે તેને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. નવી ગાઇડલાઇન પહેલાની જેમ 10 જાન્યુઆરીથી લાગૂ થઈ જશે.
શું છે નવી ગાઇડલાઇન
નવી ગાઇડલાઇન અનુસાર મહારાષ્ટ્રમાં રાત્રે 11 કલાકથી સવારે 5 કલાક સુધી નાઇટ કર્ફ્યૂ રહેશે. સવારે 5 કલાકથી રાત્રે 11 સુધી કલમ 144 લાગૂ રહેશે. એટલે કે દિવસમાં એક સાથે પાંચ લોકો ભેગા થઈ શકશે નહીં. નવા પ્રતિબંધોમાં સ્કૂલ-કોલેજને આજથી 15 ફેબ્રુઆરી સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. સ્કૂલને ઓફિસ ખોલવાની મંજૂરી છે. કામ વગર ઘરેથી નિકળવા પર પ્રતિબંધ રહેશે.
મેદાનો, બગીચાઓ, પ્રવાસન સ્થળો, સ્વિમિંગ પુલ, સ્પા, વેલનેસ સેન્ટરને આગામી આદેશ સુધી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. કિલ્લાઓ, સંગ્રહાલયો, મનોરંજન ઉદ્યાનો પણ આગામી આદેશ સુધી બંધ રહેશે. શનિવારે જિમ અને બ્યુટી પાર્લર સંપૂર્ણપણે બંધ રાખવા માટે ગાઈડલાઈન જારી કરવામાં આવી હતી, જે હવે બદલાઈ ગઈ છે. બાદમાં આમાં સુધારો કરવામાં આવ્યો હતો અને રવિવારે બપોરે જારી કરાયેલ સુધારેલી માર્ગદર્શિકા અનુસાર, જીમ અને બ્યુટી પાર્લરને 50 ટકા ક્ષમતા સાથે શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ દેશમાં વધી રહેલા કેસો વચ્ચે PM મોદીએ યોજી સમીક્ષા બેઠક, કોરોનાની સ્થિતિ પર મેળવી જાણકારી
આ ઉપરાંત આવશ્યક સેવાઓ સિવાય રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી લોકોની અવરજવરને મંજૂરી આપવામાં આવશે નહીં. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે જરૂરી પ્રવૃત્તિઓ અને શિક્ષકોની વહીવટી પ્રવૃત્તિઓ સિવાય શાળાઓ અને કોલેજો 15 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. કચેરીના વડાઓની લેખિત પરવાનગી વિના કોઈને પણ સરકારી કચેરીઓમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.
લગ્ન, ધાર્મિક, સામાજિક કે રાજકીય કાર્યક્રમોમાં માત્ર 50 લોકોને જ મંજૂરી છે.
આ સાથે લગ્ન અને સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક અથવા રાજકીય કાર્યક્રમોમાં લોકોની મહત્તમ મર્યાદા 50 નક્કી કરવામાં આવી છે. અંતિમ સંસ્કારમાં 20 થી વધુ લોકો ભાગ લઈ શકશે નહીં. સ્વિમિંગ પુલ, જીમ, સ્પા, વેલનેસ સેન્ટર અને બ્યુટી સલૂન સંપૂર્ણપણે બંધ રહેશે. હેર કટિંગ સલૂન 50 ટકા ક્ષમતા પર કામ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે