World Cup 2019: રોહિતે કર્યો ખુલાસો કેમ PAK વિરુદ્ધ રાહુલને આપી હતી સ્ટ્રાઇક

પાકિસ્તાન વિરુદ્ધ બંન્નેએ પ્રથમ વાર ટીમ ઈન્ડિયા માટે વનડેમાં ઈનિંગની શરૂઆત કરી હતી. રાહુલની સાથે ઓપનિંગ ભાગીદારીને લઈને રોહિતે કેટલિક મહત્વની વાત કરી છે. 

World Cup 2019: રોહિતે કર્યો ખુલાસો કેમ PAK વિરુદ્ધ રાહુલને આપી હતી સ્ટ્રાઇક

નવી દિલ્હીઃ વિશ્વ કપમાં ભારતની શરૂઆતી બે મેચ બાદ શિખર ધવન ઈજાગ્રસ્ત થઈને ટીમની બહાર છે, તેવામાં રોહિત શર્માની સાથે ઈનિંગની શરૂઆત કરવાની જવાબદારી રાહુલે ઉઠાવી હતી. પાકિસ્તાન વિરુદ્ધ બંન્નએ પહેલીવાર ટીમ ઈન્ડિયા માટે વનડેમાં ઈનિંગની શરૂઆત કરી હતી. રાહુલની સાથે પોતાની ઓપનિંગ ભાગીદારીને લઈને રોહિતે કેટલિક મહત્વની વાત કરી છે. રોહિત વિશ્વકપમાં વિશ્વ કપની બાકીની મેચોમાં રાહુલની સાથે તે તાલમેલ બેસાડવા ઈચ્છે છે, જે તેનો શિખર સાથે રહ્યો છે. 

ધવનની ઈજાને કારણે રાહુલને વિશ્વ કપમાં પાકિસ્તાન વિરુદ્ધ રોહિતની સાથે ઈનિંગની શરૂઆત કરવી પડી હતી. રોહિતે રાહુલને પહેલી સ્ટ્રાઇક લેવા દીધી જ્યારે ધવન હોય તો તે પોતે આમ કરે છે. તેણે કહ્યું, 'કેએલ રાહુલને સ્ટ્રાઇક લેવી પસંદ છે અને મે તેને આપી કારણ કે હું ઈચ્છતો હતો કે તે સહજ થઈને પોતાના હિસાબથી રમે. તે ઓપનિંગ બેટ્સમેનના રૂપમાં અહીં પહેલી મેચ રમી રહ્યો હતો અને હું તેને સહજ કરવા ઈચ્છતો હતો.'

Watch the full video here 👉👉📽️📽️ https://t.co/Yr9hThEO8r pic.twitter.com/X4H8G9bJvq

— BCCI (@BCCI) June 17, 2019

રાહુલે કહ્યું, શિખર અને રોહિત છેલ્લા ત્રણ-ચાર વર્ષથી શાનદાર શરૂઆત આપી રહ્યાં છે. મારે મારા સમયની રાહ જોવી પડી અને મને ખુશી છે કે મેં ઈનિંગનો પ્રારંભ કર્યો. બંન્નેની વચ્ચે 136 રનની ભાગીદારી દરમિયાન કેટલોક સમય તેવો આવ્યો જ્યારે સંવાદહીનતાને કારણે રોહિત રનઆઉટ થઈ શકતો હતો. રોહિતે કહ્યું કે આ નવા પ્રકારનો પડકાર છે પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દરરોજ નવા પડકાર સામે આવે છે. 

આ પ્રકારના પડકાર આવતા રહે છે 
તેણે કહ્યું, આ પ્રકારના પડકાર આવતા રહે છે. તે બે રન લેવા ઈચ્છતો હતો અને હું એક. અમે પાકિસ્તાન વિરુદ્ધ મેચ દરમિયાન ઘણી વાતો કરી. હવે મને ખ્યાલ છે કે આગળની મેચોમાં તે ઈનિંગનો પ્રારંભ કરશે તો તાલમેલ સારો હશે. વાતચીત ખુબ જરૂરી છે કારણ કે તેનાથી બંન્નેને મદદ મળશે. રાહુલ માટે સૌથી મોટો પડકાર મોહમ્મદ આમિરનો પ્રથમ સ્પેલ રમવાનો હતો. તેણે કહ્યું, નવા બોલ ફેંકનાર કોઈપણ બોલરને સંભાળીને માપવાનો હોય છે. અમે પ્રથમ સ્પેલમાં તે જ કર્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news