IND vs NZ: શું યુઝવેન્દ્ર ચહલને ભારત-ન્યૂઝીલેન્ડ શ્રેણીમાં તક મળશે? કોચ વીવીએસ લક્ષ્મણે આપ્યું નિવેદન

VVS Laxman on Yuzvendra Chahal:  ત્રણ મેચોની ટી20 સીરિઝ માટે ભારતીય ટીમની કેપ્ટનશિપ હાર્દિક પાંડ્યા સંભાળશે. વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સીનિયર ખેલાડીઓને આ સીરિઝમાં આરામ આપવામાં આવ્યો છે.

IND vs NZ: શું યુઝવેન્દ્ર ચહલને ભારત-ન્યૂઝીલેન્ડ શ્રેણીમાં તક મળશે? કોચ વીવીએસ લક્ષ્મણે આપ્યું નિવેદન

VVS Laxman on Yuzvendra Chahal: ભારતીય ટીમ સિનિયર ખેલાડીઓ વિના વેલિંગ્ટન પહોંચી છે. ભારતે આ જ હોસ્ટિંગમાં ન્યૂઝીલેન્ડ સામે મર્યાદિત ઓવરોની ક્રિકેટ શ્રેણી રમવાની છે. આ સિરીઝની શરૂઆતના એક દિવસ પહેલા કોચની જવાબદારી સંભાળી રહેલા વીવીએસ લક્ષ્મણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. રાહુલ દ્રવિડની ગેરહાજરીમાં તે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચની ભૂમિકામાં છે. આ દરમિયાન લક્ષ્મણે ટીમની પ્લેઈંગ ઈલેવન વિશે પણ વાત કરી.

હાર્દિક કેપ્ટનશિપ
ત્રણ મેચોની ટી20 સીરિઝ માટે ભારતીય ટીમની કેપ્ટનશિપ હાર્દિક પાંડ્યા સંભાળશે. વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સીનિયર ખેલાડીઓને આ સીરિઝમાં આરામ આપવામાં આવ્યો છે. રોહિત અને વિરાટની સાથે સાથે હાર્દિક અને પંત પણ ટી20 વર્લ્ડકપનો હિસ્સો હતા. જોકે, પંતને વર્લ્ડકપમાં ખુબ ઓછી મેચમાં રમવાનો મોકો મળ્યો.

ચહલ અને કુલદીપને મળી શકે છે મોકો
આ તમામ વાતો વચ્ચે વીવીએસ લક્ષ્મણે જણાવ્યું હતું કે, ટી20 સીરિઝમાં યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવને પ્લેઈંગ 11માં સામેલ કરવામાં આવી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતનો લક્ષ્ય વચ્ચેની ઓવરોમાં સૌથી વધુ વિકેટ લેવાનો છે. એવામાં ચહલ અને કુલદીપને મોકો મળી શકે છે. ચહલને ટી20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ એક મેચમાં પણ તેણે રમવાનો મોકો મળ્યો નહીં.

ભારતને ગણાવ્યું ભાગ્યશાળી
ભારતે 2013થી કોઈ મોટો એવોર્ડ પોતાના નામે કર્યો નથી. ત્યારે ટીમે મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પોતાના નામે કરી હતી. લક્ષ્મણને લાગે છે કે ટીમની પાસે એવા ઘણા ખેલાડી છે, જે ઉચ્ચતમ સ્તર માટે તૈયાર છે. તેનાથી તમામ ફોર્મેટમાં રમનાર ખેલાડીઓને વ્યસ્ત આંતરરાષ્ટ્રીય કાર્યક્રમની વચ્ચે જરૂર પડે ત્યારે આરામ આપવાનો મોકો મળે છે. લક્ષ્મણે વધુમાં જણાવ્યું હતું કે, ઘણું ક્રિકેટ રમાઈ રહ્યું છે અને તેમાં કોઈ શંકા નથી. ભારત ભાગ્યશાળી છે કે તેની પાસે પસંદગી માટે આટલા સારા ખેલાડી છે.

ન્યુઝીલેન્ડ સામેની T20I શ્રેણી માટે ભારતની ટીમઃ 
હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઋષભ પંત (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), શુભમન ગિલ, ઈશાન કિશન, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, સંજુ સેમસન (વિકેટકીપર), વોશિંગ્ટન, સનેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર અને ઉમરાન મલિક.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news