IND vs NZ: ભારતે બીજી ટેસ્ટ પણ ગુમાવી, 17 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડે 2-0થી ટીમ ઈન્ડિયાને માત આપી

ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલી આ મેચમાં ન્યૂઝીલેન્ડે એકવાર ફરીથી બંને ઈનિંગમાં શાનદાર બોલિંગ કરી અને ટીમ ઈન્ડિયાની હાર પાક્કી કરી દીધી અને સિરીઝમાં ભારતને ક્લિન સ્વીપ કરવામાં સફળતા મેળવી. 

IND vs NZ: ભારતે બીજી ટેસ્ટ પણ ગુમાવી, 17 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડે 2-0થી ટીમ ઈન્ડિયાને માત આપી

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલી આ મેચમાં ન્યૂઝીલેન્ડે એકવાર ફરીથી બંને ઈનિંગમાં શાનદાર બોલિંગ કરી અને ટીમ ઈન્ડિયાની હાર પાક્કી કરી દીધી અને સિરીઝમાં ભારતને ક્લિન સ્વીપ કરવામાં સફળતા મેળવી. 

132 રનનો ટારગેટ ટોમ બ્લન્ડલ અને ટોમ લાથમે સરળ બનાવી દીધો. લંચ સુધીમાં બંનેએ 46 રન જોડ્યા અને બીજા સેશનમાં પણ સારી બેટિંગ કરી અને બંનેએ મળીને ટીમને 100 રનને પાર કરાવી. આ સાથે ફિફ્ટી રન પણ પૂરા કર્યાં. ત્યારબાદ ટોમ બ્લંન્ડલ ફિફ્ટી ફટકારીને આઉટ થઈ ગયો હતો. 

100 રન બાદ લાથમના ગયા પછી જસપ્રીત બુમરાહે પહેલા વિલિયમ્સનને અને ત્યારબાદ બ્લન્ડલને આઉટ  કર્યા હતાં. પછી ટેલર અને નિકોલ્સે જીત માટેની ઔપચારિકતા પૂરી કરી. 

ત્રીજા દિવસે જ્યારે ટીમ ઈન્ડિયાએ પોતાનો દાવ 6 વિકેટ પર 90 રનના સ્કોર પર આગળ વધાર્યો તો ટીમની સાતમી વિકેટ પડવામાં વાર લાગી નહીં. ત્રીજા દિવસની ત્રીજી ઓવરમાં જ હનુમા વિહારી (9) અને ત્યારબાદ પંત 4 રન બનાવીને આઉટ થયાં. 41મી ઓવરમાં ટીમ ઈન્ડિયાના 100 રન પૂરા થયાં. 

શમી મોટો શોટ મારવાના ચક્કરમાં 5 રન બનાવીને આઉટ થયો અને ત્યારબાદ જાડેજાએ (16) કેટલાક શોટ રમ્યા પરંતુ બુમરાહ આઉટ થતા જ ટીમ ઈન્ડિયાનો દાવો 124 રને સમેટાઈ ગયો. 

ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરી ટીમ ઈન્ડિયા
ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાનો પહેલો દાવ એટલો ખરાબ નહતો રહ્યો. પૃથ્વી શો, હનુમા વિહારી, અને ચેતેશ્વર પૂજારાની હાફ સેન્ચ્યુરીની મદદથી 242 રન કર્યાં. ન્યૂઝીલેન્ડ માટે કાઈલ જેમિસને 5 વિકેટ, ટિમ સાઉદી અને ટ્રેન્ટ બોલ્ટે 2-2 વિકેટ તથા વેગનરે એક વિકેટ લીધી હતી. ત્યારબાદ ન્યૂઝીલેન્ડ માટે ટમ બ્લન્ડલ અને ટોમ લાથમે પહેલા દિવસે પોતાની ટીમ માટે વિકેટ ગુમાવ્યા વગર 63 રન કર્યા હતાં. 

જુઓ LIVE TV

બીજા દિવસે ભારતીય બોલર્સ છવાયા
બીજા દિવસે ભારતીય  બોલર્સે સારું પ્રદર્શન કર્યું. પહેલા સત્રમાં 142 રન સુધી ન્યૂઝીલેન્ડના ટોપ 5 બેટ્સમેન પેવેલિયન ભેગા થયાં. બીજા સત્રની શરૂઆતમાં બુમરાહે જલદીથી બે વિકેટ લઈને મહેમાન ટીમનો સ્કોર 7 વિકેટ પર 153 રન પહોંચાડ્યો. 

નીચલા ક્રમે પરેશાન કર્યાં
છેલ્લી 3 વિકેટ લેવામાં ભારતીય બોલરોને પરસેવો છૂટી ગયો હતો. જેમિસને (49) અને વેગનરે (21) 9મી વિકેટ માટે 51 રન જોડ્યા હતાં. છેલ્લે મેજબાન ટીમ 235 રન પર આઉટ થઈ ગઈ. ટીમ ઈન્ડિયા માટે શમીએ 4, બુમરાહે 3, જાડેજાએ 2 અને ઉમેશે એક વિકેટ લીધી. 

બીજી ઈનિંગ ખુબ ખરાબ
ટીમ ઈન્ડિયાની બીજી ઈનિંગ ખુબ ખરાબ રહી. બીજા દિવસનો ખેલ પૂરો થતા ફક્ત 90 રનમાં 6 વિકેટ ગુમાવી હતી. સૌથી વધુ રન 24 ચેતેશ્વર પૂજારાએ  કર્યાં. આ ઉપરાંત મયંક (3), શો (14), વિરાટ (14), રહાણે (9), ઉમેશ યાદવ (1) રન કરી શક્યા હતાં. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news