ENG vs IND: પ્રથમ બે ટેસ્ટ માટે મંગળવારે ટીમની જાહેરાત, આ ખેલાડીને મળશે તક, જાણો કોણ થશે બહાર

ચેતન શર્મા (Chetan Sharma) ની આગેવાનીમાં નવી પસંદગી સમિતિ વધુ પ્રયોગ કરવા ઈચ્છશે નહીં કારણ કે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર રહેલા ફિટ ખેલાડી ટીમમાં જગ્યા મેળવવાના હકદાર હશે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારત પોતાની યજમાનીમાં 5 ફેબ્રુઆરીએ ચાર મેચોની ટેસ્ટ સિરીઝ રમશે. 
 

ENG vs IND: પ્રથમ બે ટેસ્ટ માટે મંગળવારે ટીમની જાહેરાત, આ ખેલાડીને મળશે તક, જાણો કોણ થશે બહાર

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ (IND vs ENG) આગામી ટેસ્ટ સિરીઝની પ્રથમ બે મેચ માટે મંગળવારે એટલે કે આવતીકાલે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવશે. ચેતન શર્મા (Chetan Sharma) ની આગેવાનીમાં નવી પસંદગી સમિતિ વધુ પ્રયોગ કરવા ઈચ્છશે નહીં કારણ કે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર રહેલા ફિટ ખેલાડી ટીમમાં જગ્યા મેળવવાના હકદાર હશે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારત પોતાની યજમાનીમાં 5 ફેબ્રુઆરીએ ચાર મેચોની ટેસ્ટ સિરીઝ રમશે. 

વિરાટ અને ઈશાંતની વાપસી નક્કી
ભારતીય ટીમમાં કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પેટરનિટી લીવથી જ્યારે ફાસ્ટ બોલર ઈજા બાદ વાપસી કરશે. તો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ઓફ સ્પિનર અશ્વિનની ફિટનેસ પર નજર રહેશે. બુમરાહ અને અશ્વિન ઓસ્ટ્રેલિયા સામે બ્રિસબેનમાં ચાલી રહેલી અંતિમ ટેસ્ટ મેચમાં રમી શક્યા નહીં. સંભાવના છે કે આ સિરીઝ બાદ મળનારા આરામથી તે ફિટ થઈ જશે અને પાંચ ફેબ્રુઆરીથી ચેન્નઈમાં શરૂ થનાર પ્રથમ ટેસ્ટ માટે પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. 

ઘણા ખેલાડી ઉપલબ્ધ નહીં
મોહમ્મદ શમી (હાથમાં ફ્રેક્ચર), રવિન્દ્ર જાડેજા (અંગૂઠામાં ફ્રેક્ચર), ઉમેશ યાદવ (સ્નાયુમાં ખેચાવ) અને હનુમા વિહારી (હેમ્સ્ટ્રિંગ) પસંદગી માટે ઉપલબ્ધ હશે નહીં. ચેન્નઈમાં રમાનાર શરૂઆતી બન્ને ટેસ્ટ (પાંચથી 9 ફેબ્રુઆરી અને 13-17 ફેબ્રુઆરી) માટે ભારતીય ટીમે 27 જાન્યુઆરીએ બાયો-બબલ (જૈવ સુરક્ષિત માહોલ)માં પ્રવેશ કરવો પડશે. 

શાર્દુલ અને નટરાજન હશે રિઝર્વ બોલર
બીસીસીઆઈ પ્રથમ બે ટેસ્ટ મેચો માટે 16થી 18 ખેલાડીઓ સિવાય કેટલાક નેટ બોલરોની પસંદગી કરી શકે છે. ઈશાંત શર્માએ સાઇટ સ્ટ્રેન બાદ હાલમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની સાથે પ્રોફેશનલ ક્રિકેટમાં વાપસી કરી છે અને તે સારી લયમાં છે. બુમરાહ અને મોહમ્મદ સિરાજની સાથે તે ભારતીય ફાસ્ટ આક્રમણની આગેવાની કરશે જ્યારે શાર્દુલ ઠાકુર અને ટી નટરાજન રિઝર્વ ખેલાડી હશે. 

ટીમમાં હશે પંત અને સાહા
સ્પિન વિભાગમાં જાડેજાનું સ્થાન સ્પિનર શાહબાઝ નદીમ લઈ શકે છે, જેણે 2019માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ એક ટેસ્ટ મેચ રમી છે. અશ્વિનની હાજરી અને ઓસ્ટ્રેલિયામાં વોશિંગટન સુંદરના શાનદાર પ્રદર્શન બાદ કુલદીપ યાદવ ટીમમાં રિઝર્વ સ્પિનર હશે. રિષભ પંત અને રિદ્ધિમાન સાહા વિકેટકીપર હશે જ્યારે રિઝર્વ બેટ્સમેન માટે મયંક અગ્રવાલ અને લોકેશ રાહુલમાંથી કોઈ એક જગ્યા બનાવી શકે છે. 

પૃથ્વી શો થશે બહાર
મયંકની પાસે ખુદને સાબિત કરવાની મંગળવારે વધુ એક તક હશે જ્યારે યુવા ઓપનર પૃથ્વી શો ડ્રોપ થઈ શકે છે. પસંદગી સમિતિની બેઠક સાજે પાંચ કલાકે છે. 

સંભવિત ટીમ
શુભમન ગિલ, રોહિત શર્મા, મયંક અગ્રવાલ (રિઝર્વ), ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ-કેપ્ટન), રિદ્ધિમાન સાહા, રિષભ પંત, વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, ઇશાંત શર્મા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, ટી નટરાજન , રવિચંદ્રન અશ્વિન, શાહબાઝ નદીમ અને કુલદીપ યાદવ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news