IND vs ENG: રોહિત-રાહુલે લોર્ડ્સમાં મચાવ્યો તરખાટ, 70 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે ઈંગ્લેન્ડના ઐતિહાસિક મેદાન લોર્ડ્સ પર ટેસ્ટ સિરીઝની બીજી મેચ રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચમાં ટોસ જીતીને ઈંગ્લેન્ડે પહેલી બોલિંગ કરવાનો નિર્ણય લીધો જે તેને ભારે પડતો જોવા મળી રહ્યો છે. ટીમ ઈન્ડિયાના ઓપનર રોહિત શર્મા અને કેએલ રાહુલે તેમનો આ નિર્ણય ખોટો સાબિત કરી દીધો. 
IND vs ENG: રોહિત-રાહુલે લોર્ડ્સમાં મચાવ્યો તરખાટ, 70 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

નવી દિલ્હી: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે ઈંગ્લેન્ડના ઐતિહાસિક મેદાન લોર્ડ્સ પર ટેસ્ટ સિરીઝની બીજી મેચ રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચમાં ટોસ જીતીને ઈંગ્લેન્ડે પહેલી બોલિંગ કરવાનો નિર્ણય લીધો જે તેને ભારે પડતો જોવા મળી રહ્યો છે. ટીમ ઈન્ડિયાના ઓપનર રોહિત શર્મા અને કેએલ રાહુલે તેમનો આ નિર્ણય ખોટો સાબિત કરી દીધો. 

રોહિત અને રાહુલે બનાવ્યો રેકોર્ડ
લોર્ડ્સ ટેસ્ટમાં રોહિત શર્મા અને કેએલ રાહુલે ટીમ ઈન્ડિયાને એક સારી શરૂઆત આપી. 1952 બાદ આ પહેલીવાર બન્યું કે જ્યારે લોર્ડ્સના મેદાન પર ટીમ ઈન્ડિયાની કોઈ ઓપનિંગ જોડી 50 રન પાર ગઈ. રોહિત અને રાહુલે લગભગ 70 વર્ષ બાદ આ કારનામું કરી બતાવ્યું છે. 

રોહિતની જોરદાર બેટિંગ
આ મેચમાં રોહિત શર્માએ જબરદસ્ત રમતનું પ્રદર્શન કર્યું છે. પહેલી વિકેટ માટે તેણે રાહુલ સાથે 126 રનની શાનદાર ઐતિહાસિક ભાગીદારી કરી. રોહિત શર્મા જો કે સદીથી ચૂકી ગયો અને તેણે 145  બોલમાં 83 રન કર્યા. રોહિતે પહેલીવાર ઈંગ્લેન્ડમાં હાફ સેન્ચ્યુરી મારી અને આ સાથે પોતાના આલોચકોને જડબાતોડ જવાબ પણ આપ્યો. 

કે એલ રાહુલની પણ ધૂંઆધાર બેટિંગ
કેએલ રાહુલે પણ આજે લોર્ડ્સના મેદાન પર સદી ફટકારી. રાહુલ હજુ રમતમાં છે. તેણે 234 બોલમાં 117 રન કર્યા છે. જેમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ છે. રાહુલને વિરાટ કોહલી સાથે આપી રહ્યો છે. વિરાટ પણ અડધી સદીની નજીક છે. હાલ ભારતનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 265 રન છે. હજુ 6 ઓવર બાકી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news