IND vs ENG: ત્રીજી ટી20 માં ટીમ ઇન્ડીયાની હાર, સૂર્યકુમારની સદી ગઇ નકામી

સૂર્યકુમાર યાદવની શતકીય ઇનિંગ છતાં ભારતને ઇગ્લેંડ વિરૂદ્ધ ત્રીજી ટી20 મેચમાં હારનો સામનો કરવો પડ્યો. નોટિંઘમના ટ્રેંટ બ્રીજમાં રમાયેલી સીરીઝના અંતિમ મુકાબલામાં બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી. પરંતુ ઇગ્લેંડના 216 રનના જવાબમાં ભારતીય ટીમ 198 રન જ બનાવી શકી હતી અને 17 રનથી મેચ ગુમાવી હતી.

IND vs ENG: ત્રીજી ટી20 માં ટીમ ઇન્ડીયાની હાર, સૂર્યકુમારની સદી ગઇ નકામી

સૂર્યકુમાર યાદવની શતકીય ઇનિંગ છતાં ભારતને ઇગ્લેંડ વિરૂદ્ધ ત્રીજી ટી20 મેચમાં હારનો સામનો કરવો પડ્યો. નોટિંઘમના ટ્રેંટ બ્રીજમાં રમાયેલી સીરીઝના અંતિમ મુકાબલામાં બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી. પરંતુ ઇગ્લેંડના 216 રનના જવાબમાં ભારતીય ટીમ 198 રન જ બનાવી શકી હતી અને 17 રનથી મેચ ગુમાવી હતી. મેચ હારવા છતાં ભારતે ઇગ્લેંડના વિરૂદ્ધ ટી20 સીરીઝને 2-1 થી પોતાના નામે કરી. જોસ બટલરની કેપ્ટનશિપમાં આ ઇગ્લેંડની પહેલી જીત રહી તો તો બીજી તરફ હાર સાથે જ રોહિત શર્માની સતત 19 મેચોનો જીતનો સિલસિલો અટકી ગયો. 

ઇગ્લેંડના 216 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી નહી અને ઋષભ પંત બીજી જ ઓવરમાં એક રન બનાવીને આઉટ થઇ ગયા. વિરાટે ત્યારબાદ બે શોટ ફટકાર્યા પરંતુ તે પણ 11 રન બનાવી આઉટ થઇ ગયા. રોહિત શર્મા પણ કંઇ ખાસ કમાલ કરી શકયા નહી અને 11 રન બનાવીને આઉટ થઇ ગયા. એક સમયે ટીમ ઇન્ડીયા 31 રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી ચૂકી હતી. ભારતીય ટીમ મુશ્કેલીમાં જોવા મળી હતી. 

પરંતુ સૂર્યકુમાર યાદ્વ અને શ્રેયર ઐય્યરે મળીને ઇનિંગને સંભાળી અને સદીની ભાગીદારી કરી. બંનેએ ચોથી વિકેટ માટે 61 બોલમાં 119 રનની મહત્વપૂર્ણ પાર્ટનરશિપ કરી. જોકે શ્રેયસ 23 બોલમાં 28 રન બનાવીને પેવેલિયન ભેગા થયા હતા. ત્યારબાદ કાર્તિક 6 અને રવિન્દ્ર જાડેજા 7 રન બનાવીને જલદી જ આઉટ થઇ ગયા હતા. એક છેડે સૂર્યકુમારે એકલા રન બનાવતા રહ્યા અને ભારતની આશા જીવીત રાખી. તેમણે ફક્ત 48 બોલમાં પોતાની સદી ફટકારી. સૂર્યકુમારે 19મી ઓવરમાં ઝડપથી રન બનાવવાના ચક્કરમાં આઉટ થઇ ગયા. પરંતુ તે પહેલાં તેમણે 55 બોલમાં 14 ચોગ્ગા અને છ સિક્સરની મદદથી 117 રન બનાવ્યા. તેમના આઉટ થયા બાદ ભારતના ખાતામાં ફક્ત સાત રન જ ઉમેર્યા અને આખી ટીમ નવ વિકેટ ગુમાવીને 198 રનમાં જ આઉટ થઇ ગઇ. ઇગ્લેંડ તરફથી રીસ ટોપ્લીએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news