સમગ્ર ગુજરાતમાં પાણી-પાણી, છેલ્લા 24 કલાકમાં 218 તાલુકામાં વરસાદ, છોટાઉદેપુરના બોડેલીમાં 22 ઈંચ
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદની અસર જનજીવન પર પડી છે. વરસાદને કારણે અનેક જગ્યાએ લોકોના ઘરમાં પાણી ભરાયા છે. ઘણી જગ્યાએ રસ્તાનું ધોવાણ થયું છે. ભારે વરસાદને કારણે લોકોએ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
Trending Photos
ગાંધીનગરઃ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને કારણે મુશ્કેલી ઉભી થઈ છે. રાજ્યના તમામ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 218 તાલુકામાં વરસાદ પડ્યો છે. અમદાવાદમાં પણ ગત રાત્રે ભારે વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. તો રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે અનેક મુશ્કેલી પડી હતી.
છેલ્લા 24 કલાકમાં છોટાઉદેપુર વિસ્તારમાં સૌથી વધુ વિસ્તાર
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો છોટાઉદેપુરના બોડેલીમાં 22 ઈંચ વરસાદ પડ્યો છે. તો ક્વાંટમાં 17.3 ઇંચ વરસાદ પડ્યો છે. પંચમહાલના જાંબુઘોડામાં 18 ઈંચ વરસાદ પડ્યો છે. છોટા ઉદેપુરમાં જ 14 ઈંચ વરસાદ પડ્યો છે. ડાંગ જિલ્લામાં સરેરાશ 12 ઈંચ જેટલો વરસાદ થયો છે.
અમદાવાદમાં સ્થિતિ ખરાબ
ગત રાત્રે સમગ્ર અમદાવાદમાં મૂશળધાર મેઘો મંડાયો હતો. અમદાવાદ શહેરમાં સરેરાશ 8 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. વરસાદને કારણે અનેક લોકોના ઘરમાં પાણી ભરાયા હતા. અમદાવાદના રસ્તાઓ પર હજુ પાણી ભરેલા છે. અમદાવાદમાં રાત્રે 8 કલાક આસપાસ વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદની વાત કરવામાં આવે તો ડાંગ, નવસારી જિલ્લામાં સરેરાશ 8 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. તાપી જિલ્લામાં પણ છ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. ખેડાના નડિયાદમાં 5.5 ઈંચ વરસાદ થયો હતો. પંચમહાલના ગોધરામાં પાંચ ઈંચથી વધુ વરસાદ થયો હતો.
રાજ્યના 218 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 218 તાલુકામાં વરસાદ થયો છે. રાજ્યમાં સામાન્યથી લઈને કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. છોડાઉદેપુર, પંચમહાલ, છોડાઉદેપુર, ડાંગ, અમદાવાદ, નવસારી, વલસાડ, ખેડા, જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે