IND vs BAN 2nd Test: પિંક બોલના રોમાંચ વચ્ચે ક્વીન સ્વીપ પર ટીમ ઈન્ડિયાની નજર
India vs Bangladesh: શુક્રવારથી ભારત અને બાંગ્લાદેશની ટીમ કોલકત્તાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં ડે-નાઇટ ટેસ્ટ મેચ રમવા ઉતરશે. ભારત અને બાંગ્લાદેશની ટીમ પ્રથમ વખત દિવસ-રાત ટેસ્ટ મેચ રમવા ઉતરી રહી છે.
Trending Photos
કોલકત્તાઃ ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ વિરુદ્ધ (India vs Bangladesh) પ્રથમ ઐતિહાસિક ડે-નાઇટ ટેસ્ટ મેચ (Day Night Test match) જીતીને બે મેચોની ટેસ્ટ સિરીઝમાં ક્લિન સ્વીપ કરવાના ઈરાદા સાથે મેદાન પર ઉતરશે. શુક્રવારે કોલકત્તાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાનારી આ પિંક બોલ ટેસ્ટમાં (pink ball test) ટીમ ઈન્ડિયાની પાસે ઘણા રેકોર્ડ બનાવવાની તક છે, પરંતુ બંન્ને ટીમોની આ પ્રથમ પિંક બોલ ટેસ્ટ હોવાથી આ મેચમાં રોમાંચ અને અનિશ્ચિતતાઓ વધી ગઈ છે.
પ્રથમ ટેસ્ટમાં ત્રણ દિવસમાં હાર્યું હતું બાંગ્લાદેશ
ભારતે ઈન્દોરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશને ઈનિંગ અને 130 રનથી હરાવીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી હતી. આ સાથે ભારતે આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં નંબર-1નું સ્થાન વધુ મજબૂત કર્યું હતું. પ્રથમ ટેસ્ટ મેચ માત્ર 3 દિવસમાં સમાપ્ત થઈ ગઈ હતી. આ મેચમાં ભારતના ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલે 243 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જ્યારે બાંગ્લાદેશની ટીમ પ્રથમ ઈનિંગમાં 150 અને બીજી ઈનિંગમાં 213 રન બનાવી આઉટ થઈ ગઈ હતી.
ક્વીન સ્વીપ પર નજર
વિશ્વની નંબર વન ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની ટીમ ટેસ્ટ ચેમ્પિયનશિપ શરૂ થયા બાદથી અત્યાર સુધી તમામ છ મેચ જીતી ચુકી છે. તેમાંથી વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાયેલી સિરીઝ ક્વીન સ્વીપ થઈ ચુકી છે. ભારતીય ટીમની નજર હવે આ સિરીઝમાં પણ ક્લીન સ્વીપ પર છે.
આ રીતે થશે મેચની શરૂઆત
બીસીસીઆઈના અધ્યક્ષ બન્યા બાદથી સૌરવ ગાંગુલીના આ કામને તેની મોટી સિદ્ધીના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. ગાંગુલીએ જ બાંગ્લાદેશને ડે-નાઇટ ટેસ્ટ મેચ રમવા માટે રાજી કરાવ્યું હતું. મેચની શરૂઆત પહેલા આર્મી પેરાટ્રેપર્સના જવાન ઉડીને ઈડન ગાર્ડનમાં આવશે અને બંન્ને કેપ્ટનોને પિંક બોલ આપશે. ત્યારબાદ ટોસ કરવામાં આવશે. ત્યારબાદ રાજકીય, રમત જગત અને ખચાખચ ભરેલા દર્શકોની હાજરીમાં મેચની શરૂઆત થશે.
ગુલાબી બોલનો પડકાર
દિવસ-રાત ટેસ્ટમાં સૂર્યાસ્ત સમયે જ્યારે ફ્લડ લાઇટ ચાલૂ થાય છે, તે સમયે બેટ્સમેનોને થનારી મુશ્કેલીને લઈને ખુબ ચર્ચાઓ થઈ છે. આ સમયે બેટ્સમેનોના તાલમેલને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે.
ભારતના કેટલાક ખેલાડીઓએ આ ટ્વિલાઇટમાં ગુલાબી બોલથી રમવામાં આવતી સમસ્યા વિશે વાત પણ કરી હતી. આ ખેલાડી દિવસ-રાત ફોર્મેટમાં દુલીપ ટ્રોફી રમી ચુક્યા છે. ઈડન ગાર્ડનમાં રમાયેલી આ મેચમાં એસજી બોલનો ઉપયોગ થશે અને તે જોવાનું રસપ્રદ રહેશે કે આ બોલ ક્યા પ્રકારનું વર્તન કરે છે.
ટીમ (સંભવિત)
ભારતઃ વિરાટ કોહલી, રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, અંજ્કિય રહાણે, હનુમા વિહારી, રિદ્ધિમાન સાહા, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, ઈશાંત શર્મા, શુભમન ગિલ, રિષભ પંત.
બાંગ્લાદેશઃ મોમીનુલ હક (કેપ્ટન), અલ-અમીન હુસૈન, ઇમરુલ કાયેસ, શદમાન ઇસ્લામ, સૈફ હસન, મહમુદુલ્લાહ, મોસાદ્દેક હુસૈન, મેહદી હસન, લિટનદાસ, મુશ્ફિકુર રહીમ, મોહમ્મદ મિથુન, તઇજુલ ઇસ્લામ, નઈમ હસન, મુસ્તાફિઝુર રહમાન, ઇબાદત હુસૈન.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે