IND vs AFG: અફઘાનિસ્તાન સામે ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, રોહિત-કોહલીની વાપસી

ભારતીય ક્રિકેટ ફેન્સ માટે સારા સમાચાર છે. અફઘાનિસ્તાન વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ટીમ જાહેર કરવામાં આવી છે. જેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાપસી થઈ છે. 
 

IND vs AFG: અફઘાનિસ્તાન સામે ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, રોહિત-કોહલીની વાપસી

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડે અફઘાનિસ્તાન સામે 11 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી20 સિરીઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાપસી થઈ છે. એટલે કે બંને ખેલાડીઓ આશરે એક વર્ષ કરતા વધુ સમય બાદ ટી20 આંતરરાષ્ટ્રીયમાં રમતા જોવા મળશે. અફઘાનિસ્તાન સામે સિરીઝમાં સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા ઈજાને કારણે પોતાની જગ્યા બનાવી શક્યા નથી. 

અફઘાનિસ્તાન સામે સિરીઝ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, યશસ્વી જાયસવાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા, સંજૂ સેમસન, શિવમ દુબે, વોશિંગટન સુંદર, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, આવેશ ખાન, મુકેશ કુમાર.

Rohit Sharma (C), S Gill, Y Jaiswal, Virat Kohli, Tilak Varma, Rinku Singh, Jitesh Sharma (wk), Sanju Samson (wk), Shivam Dube, W Sundar, Axar Patel, Ravi Bishnoi, Kuldeep Yadav,…

— BCCI (@BCCI) January 7, 2024

ભારત-અફઘાનિસ્તાન સિરીઝનો કાર્યક્રમ
ભારત અને અફઘાનિસ્તાન વિરુદ્ધ ત્રણ મેચની સિરીઝનો પ્રથમ મુકાબલો 11 જાન્યુઆરીએ મોહાલીમાં રમાશે. બીજો મુકાબલો ઈન્દોરમાં રમાવાનો છે, જ્યારે સિરીઝની અંતિમ મેચ 17 જાન્યુઆરીએ બેંગલુરૂમાં રમાશે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે અત્યાર સુધી માત્ર 5 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. તેમાંથી ટીમ ઈન્ડિયાએ 4 મેચ પોતાના નામે કરી છે, જ્યારે એક મેચ રદ્દ રહી હતી.

ભારત-અફઘાનિસ્તાન (3 મેચની ટી20 સિરીઝ)
11 જાન્યુઆરી: ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન, 1લી T20 - IS બિન્દ્રા સ્ટેડિયમ, મોહાલી, સાંજે 7:00 PM
14 જાન્યુઆરી: ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન, બીજી T20 - હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમ, ઈન્દોર, સાંજે 7:00 PM
જાન્યુઆરી 17: ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન, ત્રીજી T20 - એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુ, સાંજે 7:00 વાગ્યે

અફઘાનિસ્તાન ટીમ 
ઈબ્રાહીમ ઝદરાન (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), એકરામ અલી (વિકેટકીપર), હઝરતુલ્લાહ ઝાઝાઈ, રહમત શાહ, નજીબુલ્લાહ ઝદરાન, મોહમ્મદ નબી, કરીમ જનાત, અઝમતુલ્લા ઉમરઝાઈ, શરાફુદ્દીન અશરફ, મુજીબ ઉર રહેમાન, ફઝલ હક અહેમદ, ફારુકી, મુજીબ ઉર રહેમાન. નવીન ઉલ હક, નૂર અહેમદ, મોહમ્મદ સલીમ, કૈસ અહેમદ, ગુલબદ્દીન નાયબ, રાશિદ ખાન.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news