IPL 2019: શા માટે મેદાન પર કાર્તિકને આવ્યો ગુસ્સો? આ હતું કારણ

શુક્રવારે મોહાલીના પીસીએ આઈએસ બિંદ્રા સ્ટેડિયમમાં મેચ દરમિયાન એવું પણ જોવા મળ્યું, જ્યારે શાંત રહેનાર કેપ્ટન કાર્તિક ગુસ્સામાં આવી ગયો. 
 

IPL 2019: શા માટે મેદાન પર કાર્તિકને આવ્યો ગુસ્સો? આ હતું કારણ

મોહાલીઃ કોલકત્તા નાઇટ રાઇડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકને મેદાન પર તમે હંમેશા શાંત જોયો હશે. પરંતુ શુક્રવારે કાર્તિક કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ પોતાની ટીમની આગેવાની કરી રહ્યો હતો, તો મેદાન પર તેનો એક અલગ અંદાજ જોવા મળી રહ્યો હતો. જ્યારે મેચ બાદ તેને આ તેવરો વિશે પૂછવામાં આવ્યું તો, તેણે કહ્યું કે જો ક્યારેક-ક્યારેક ગુસ્સો કરવાથી ખેલાડીઓનું બેસ્ટ બહાર આવી શકે છે, તો મને ચિંતા નથી. 

પંજાબ વિરુદ્ધ રમાયેલી આ મેચમાં કેકેઆરને પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે ગમે તે ભોગે વિજયની જરૂર હતી. પ્રથમ ઈનિંગમાં બ્રેક દરમિયાન કાર્તિક પોતાના બોલરો અને ફીલ્ડરોને ખિજાતો જોવા મળ્યો. કારણ કે ટીમના ખેલાડીઓ ટીમની નક્કી રણનીતિ પર યોગ્ય ન ઠર્યા હતા. કાર્તિકને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું કે, શું કામ તે આટલો ગુસ્સામાં હતો, તો તેણે કહ્યું કે, તે પોતાના બોલરો અને ફીલ્ડરોથી નાખુશ હતો. 

કાર્તિકે કહ્યું, છેલ્લા કેટલાક દિવસો અમારા માટે પડકારજનક કર્યાં છે. અમારા બોલર અને ફીલ્ડરો મેદાન પર જે ભૂલ કરી રહ્યાં હતા હું ખુશ નહતો, તો મેં વિચાર્યું કે મારે મારા ખેલાડીઓને જણાવી દેવું જોઈએ કે હું શું અનુભવી રહ્યો છું. આવું બહુ ઓછું થતું હોય છે. 

પોતાના ગુસ્સાવાળા રૂપને લઈને આ વિકેટકીપર બેટ્સમેને કહ્યું, મને લોકોએ ગુસ્સો કરતા જોયો નથી. જો મને લાગે છે કે મારા ગુસ્સો કરવાથી અમારા ખેલાડી પોતાનું બેસ્ટ આપી શકશે, તો હું તે કરી શકું છું. કોલકત્તા નાઇટ રાઇડર્સે કરો યા મરો મુકાબલામાં પંજાબને 7 વિકેટેથી હરાવીને વિજય મેળવ્યો અને પ્લેઓફની આશા જીવંત રાખી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news