World Cup 2019: ટીમ ઈન્ડિયા માટે રાહતના સમાચાર, BCCIએ કહ્યું વિજય શંકર ફિટ

ઓલરાઉન્ડર વિજય શંકરના પગના અંગૂઠામાં બુધવારે અભ્યાસ સત્ર દરમિયાન ઈજા થઈ હતી. 
 

 World Cup 2019: ટીમ ઈન્ડિયા માટે રાહતના સમાચાર, BCCIએ કહ્યું વિજય શંકર ફિટ

નવી દિલ્હીઃ આઈસીસી ક્રિકેટ વિશ્વ કપમાં ઈજાથી પરેશાન ભારતીય ટીમ માટે સારા સમાચાર છે. ઓલરાઉન્ડર વિજય શંકરને ગંભીર ઈજા નથી અને તે રમવા માટે ફિટ છે. બીસીસીઆઈએ ગુરૂવાજે સાંજે છ કલાકે (ભારતીય સમયાનુસાર) ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. બીસીસીઆઈએ વિજય શંકરની બેટિંગનો વીડિયો પણ શેર કર્યો છે. ભારતે વિશ્વકપમાં આગામી મેચ શનિવારે અફઘાનિસ્તાન વિરુદ્ધ રમવાની છે. 

ભારતીય ટીમ વિશ્વકપમાં ઈજાથી પરેશાન છે. શિખર ધવન તો વિશ્વકપમાંથી બહાર થઈ ગયો છે. ભુવનેશ્વર કુમાર ફિઝિયોની દેખરેખમાં છે. તે ભારત માટે આગામી ત્રણ મેચ રમી શકશે નહીં. આ વચ્ચે ગુરૂવારે વિજય શંકરની ઈજાના સમાચાર આવ્યા હતા. 

Watch this space for more 😉😉 #TeamIndia #CWC19 pic.twitter.com/bgKctQDCLS

— BCCI (@BCCI) June 20, 2019

રિપોર્ટ અનુસાર વિજય શંકરને બુધવારે પગના અંગૂઠામાં ઈજા થઈ હતી. આ કારણે તે ટ્રેનિંગ સત્ર છોડીને ચાલ્યો ગયો હતો. ત્યારબાદ તે ગુરૂવારે પણ ટ્રેનિંગ સત્રમાં ન આવ્યો. આ વચ્ચે મીડિયામાં તેની ઈજાના સમાચાર ફેલાય ગયા હતા. ત્યારબાદ સાંજે બીસીસીઆઈએ ટ્વીટર પર વિજય શંકરનો વીડિયો શેર કર્યો હતો. 

વિજય શંકરે વિશ્વકપમાં અત્યાર સુધી એક મેચ રમી છે. તેણે પાકિસ્તાન વિરુદ્ધ મહત્વની મેચમાં બે વિકેટ ઝડપી હતી અને 15 રન પણ બનાવ્યા હતા. મહત્વનું છે કે, શિખર ધવન વિશ્વકપમાંથી બહાર થઈ ગયો છે અને તેના સ્થાને રિષભ પંતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news