T20 World Cup: Australia એ Bangladesh ને કચડ્યું, 'કંગારૂ સેના' સેમીફાઇનલની રેસમાં નિકળી આગળ

ઓસ્ટ્રેલિયા (Australia) એ ટોસ જીતીને પહેલાં બેટીંગ કરવાનો નિર્ણય કર્યો જે તેમના માટે ફાયદાકારક સાબિત થયું. બાંગ્લાદેશ (Bangladesh) આખી 20 ઓવર પણ રમી શકી નહી અને 15 ઓવરમાં ફક્ત 73 રન બનાવીને આખી ટીમ પેવેલિન પરત ફરી. 

T20 World Cup: Australia એ Bangladesh ને કચડ્યું, 'કંગારૂ સેના' સેમીફાઇનલની રેસમાં નિકળી આગળ

નવી દિલ્હી: આઇસીસી ટી-20 વર્લ્ડકપ 2021 (ICC T20 World Cup 2021) માં ઓસ્ટ્રેલિયા (Australia) એ સુપર 12 (Super 12) ના મહત્વપૂર્ણ મેચમાં બાંગ્લાદેશ (Bangaldesh) ને આકરી હાર આપી. આ સાથે જ કાંગારૂ ટીમને સેમીફાઇનલ (Semifinal) માં પહોંચવાની આશા યથાવત છે. 

બાંગ્લાદેશની ફ્લોપ બેટીંગ
ઓસ્ટ્રેલિયા (Australia) એ ટોસ જીતીને પહેલાં બેટીંગ કરવાનો નિર્ણય કર્યો જે તેમના માટે ફાયદાકારક સાબિત થયું. બાંગ્લાદેશ (Bangladesh) આખી 20 ઓવર પણ રમી શકી નહી અને 15 ઓવરમાં ફક્ત 73 રન બનાવીને આખી ટીમ પેવેલિન પરત ફરી. 

એડમ જમ્પાએ મચાવ્યો ગદર
એડમ જમ્પા (Adam Zampa) એ બાંગ્લાદેશ (Bangladesh) ના બેટ્સમેન પર કહેર વર્તાવ્યો, તેમણે 4 ઓવરોના સ્પૈલમાં 4.75 ઇકોનેમી રેટથી 19 રન આપીને 5 વિકેટ પ્રાપ્ત કરી. તો બીજી તરફ મિશેલ સ્ટાર્ક (Mitchell Starc) અને જોશ હેઝલવુડ (Josh Hazlewood) ને 2-2 વિકેટ મળી. ગ્લેન મૈક્સવેલ (Glenn Maxwell) એ પણ 1 વિકેટ ઝડપી, તો બીજી પૈટ કમિંસ (Pat Cummins) ને એક પણ સફળતા હાથ લાગી ન હતી. 

વોર્નર-ફિંચની શાનદાર ભાગીદારી
સરળ ટાર્ગેટનો પીછો કરતાં ઓસ્ટ્રેલિયા (Australia) ની શરૂઆત ખૂબ શાનદાર રહી ડેવિડ વોર્નર (David Warner) અને આરોન ફિંચ (Aaron Finch) એ ઇનિંગની શરૂઆતની ક્રમશ: 18 અને 40 રન બનાવ્યા. આ ઓપનર્સની વચ્ચે 58 રનની મહત્વપૂર્ણ પાર્ટનરશિપ થઇ. 

8 વિકેટથી ઓસ્ટ્રેલિયાની જીત
ઓસ્ટ્રેલિયા (Australia) ની માફક બાકી રહેલી કસર મિશેલ માર્શ (Mitchell Marsh) એ પૂરી કરી દીધી, તેમણે 5 બોલમાં 2 ચોગ્ગા અને 1 સિક્સરની મદદથી 16 રન બનાવ્યા અને કંગારૂઓને 8 વિકેટથી શાનદાર જીત અપાવી દીધી. 

બાંગ્લાદેશની ટીમ બોલરો કંઇ ખાસ કમાલ કરી શક્યા નહી. તસ્કીન અહમદે આરોન ફીંચને આઉટ કર્યા તો બીજી તરફ શોરિફુલ ઇસ્લામે ડેવિડ વોર્નરને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. સીનિયર બોલર મુસ્તફિજુર રહમાનને કોઇ વિકેટ ન મળી. 

પોન્ટસ ટેબલમાં ઓસ્ટ્રેલિયાનો ફાયદો
આ જીત સાથે ગ્રુપ-1 ના પોઇન્ટ્સ ટેબલમાં ઓસ્ટ્રેલિયા 6 પોઇન્ટ અને +1.031 નેટ રનની સાથે બીજા નંબર પર આવી ગઇ છે, તો બીજી તરફ આફ્રીકાનો ટીમના પણ આટલા પોઇન્ટ છે પરંતુ +0.742 રન રેટના લીધે તે ત્રીજા નંબર પર સરકી ગઇ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news