ICC T20 Rankings: વિરાટ કોહલીને થયો મોટો ફાયદો, કેએલ રાહુલને નુકસાન
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી હવે આઈસીસી ટી20 રેન્કિંગમાં પાંચમાં સ્થાને પહોંચી ગયો છે, જ્યારે કેએલ રાહુલ ત્રીજાથી ચોથા સ્થાને ખસી ગયો છે. કેપ્ટન વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ સતત બે અડધી સદી ફટકારી છે. તે છઠ્ઠાથી પાંચમાં નંબરે પહોંચી ગયો છે.
Trending Photos
દુબઈઃ ICC T20 Rankings: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની ટી20 સિરીઝના ત્રણ મુકાબલા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ ટી20 રેન્કિંગ જાહેર કર્યું છે. તાજા રેન્કિંગ પ્રમાણે વિરાટ કોહલીને ફાયગો થયો જ્યારે રાહુલને નુકસાન થયું છે. તો ઈંગ્લિશ બેટ્સમેન જોસ બટલરે પણ ટોપ-20માં સ્થાન બનાવી આઈસીસી ટી20 રેન્કિંગમાં શાનદાર વાપસી કરી છે.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી હવે આઈસીસી ટી20 રેન્કિંગમાં પાંચમાં સ્થાને પહોંચી ગયો છે, જ્યારે કેએલ રાહુલ ત્રીજાથી ચોથા સ્થાને ખસી ગયો છે. કેપ્ટન વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ સતત બે અડધી સદી ફટકારી છે. તે છઠ્ઠાથી પાંચમાં નંબરે પહોંચી ગયો છે, જ્યારે રાહુલ સતત ત્રણ મેચમાં માત્ર એક રન બનાવી શક્યો છે. તેવામાં તેને રેન્કિંગમાં પણ નુકસાન થયું છે. આ સમયે ડેવિડ મલાન વિશ્વનો નંબર-1 ટી20 બેટ્સમેન છે.
જોસ બટલર ભારત વિરુદ્ધ ત્રીજી ટી20 મેચ પહેલા આઈસીસી ટી20 રેન્કિંગમાં 24માં સ્થાને હતો, પરંતુ હવે તે 19માં સ્થાને પહોંચી ગયો છે. આ સિવાય બેયરસ્ટો 16માંથી 14માં સ્થાને પહોંચી ગયો છે. ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા 17માં સ્થાને છે.
આ પણ વાંચોઃ IND vs ENG 4th T20 : 'કરો યા મરો' મુકાબલામાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે ભારત, ટીમમાં થઈ શકે છે ફેરફાર
બોલિંગની વાત કરીએ તો ટી20 ક્રિકેટમાં અફઘાનિસ્તાનનો રાશિદ ખાન પ્રથમ સ્થાને છે, જ્યારે ઓલરાઉન્ડરના રેન્કિંગમાં મોહમ્મદ નબી પ્રથમ નંબર પર છે. આઈસીસી વનડે રેન્કિંગની વાત કરીએ તો કેપ્ટન વિરાટ કોહલી પ્રથમ સ્થાને છે, જ્યારે રોહિત શર્મા બીજા સ્થાને છે. ત્રીજા સ્થાને બાબર આઝમ છે, ચોથા સ્થાન પર રોસ ટેલર અને પાંચમાં સ્થાને ઓસ્ટ્રેલિયન ટીમનો કેપ્ટન આરોન ફિન્ચ છે.
આઈસીસી રેન્કિંગ ટોપ-10 વનડે બેટ્સમેન
Shai Hope was the highest run-scorer in the #WIvSL ODIs with 258 runs at 86.00 👏
His brilliant performance has helped him break into the top 10 of the @MRFWorldwide ICC ODI Player Rankings.
— ICC (@ICC) March 17, 2021
આઈસીસી રેન્કિંગ ટોપ-10 ટી20 બેટ્સમેન
Back-to-back fifties in the ongoing #INDvENG series have helped Virat Kohli reclaim the No.5 spot in the @MRFWorldwide ICC T20I Player Rankings 👀
— ICC (@ICC) March 17, 2021
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે