આશરે 43 મહિના બાદ ટેસ્ટ ક્રિકેટમાં ભારતે નંબર-1નું સ્થાન ગુમાવ્યો, પાકને પણ લાગ્યો ઝટકો


આઈસીસીના નવા વાર્ષિક રેન્કિંગ અપડેટમાં ટેસ્ટ ક્રિકેટમાં ભારતે નંબર-1નો તાજ ગુમાવી દીધો છે. તો પાકિસ્તાન ટીમે ટી20માં નંબર વનનું સ્થાન ગુમાવ્યું છે.

આશરે 43 મહિના બાદ ટેસ્ટ ક્રિકેટમાં ભારતે નંબર-1નું સ્થાન ગુમાવ્યો, પાકને પણ લાગ્યો ઝટકો

દુબઈઃ ICC Rankings: શુક્રવાર એક મેએ આઈસીસી રેન્કિંગમાં મોટા ફેરફાર થયા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટે ટેસ્ટ, વનડે અને ટી20 રેન્કિંગની તાજા રેન્કિંગ જારી કરી છે, જેમાં ભારત અને પાકિસ્તાન જેવી ટીમને ઝટકો લાગ્યો છે. વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમ ટેસ્ટથી અને પાકિસ્તાન ટીમની ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટની બાદશાહત છિનવાઇ ગઈ છે. આઈસીસીની ટેસ્ટ અને ટી20 રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાએ દબદબો બનાવી લીધો છે. 

ઓસ્ટ્રેલિયન ટીમે ટેસ્ટ અને ટી20 ક્રિકેટમાં નંબર વનની ખુરશી હાંસિલ કરી લીધી છે, જ્યારે પાછલા વર્ષે વિશ્વકપનું ટાઇટલ જીતનાર ઈંગ્લેન્ડની ટીમ વનડે રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે. ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમ ઓક્ટોબર 2016થી નંબર વન હતી, પરંતુ હવે કાંગારૂ ટીમે ક્રિકેટના લાંબા ફોર્મેટમાં પોતાનો દબદબો બનાવવાનું શરૂ કરી દીધું છે. આવું જ પાકિસ્તાન ટીમ સાથે થયું છે. 

Tests ➡️ Australia
ODIs ➡️ England
T20Is ➡️ Australia

— ICC (@ICC) May 1, 2020

પાકિસ્તાનની ટીમ છેલ્લા 27 મહિનાથી ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટની નંબર વન ટીમ હતી, પરંતુ હવે ઓસ્ટ્રેલિયા ટી20 ક્રિકેટનું બાદશાહ બની ગયું છે. ચોંકાવનારી વાત છે કે પાકિસ્તાનની ટીમ નંબર-1થી સીધી નંબર-4 પર પહોંચી ગઈ છે. તો ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમ ત્રીજા સ્થાને ખસકી ગઈ છે. તો ન્યૂઝીલેન્ડની ટીમ બીજા સ્થાને પહોંચી ગઈ છે. 

Details ⬇️ https://t.co/gfBjYsdFMW

— ICC (@ICC) May 1, 2020

વાર્ષિક અપડેટ પ્રમાણે ઓસ્ટ્રેલિયાની ટીમ ટેસ્ટ ક્રિકેટમાં 116 પોઈન્ટની સાથે પ્રથમ, 115 પોઈન્ટ સાથે ન્યૂઝીલેન્ડ બીજા અને 114 પોઈન્ટની સાથે ભારત ત્રીજા સ્થાને છે. તો વનડે ક્રિકેટમાં 127 પોઈન્ટની સાથે ઈંગ્લેન્ડ ટીમ પ્રથમ, 119 પોઈન્ટની સાથે ભારત બીજું અને 116 પોઈન્ટની સાથે કીવી ટીમ ત્રીજા સ્થાને છે. ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 278 પોઈન્ટની સાથે ઓસ્ટ્રેલિયા પ્રથમ, 268 પોઈન્ટની સાથે ઈંગ્લેન્ડ બીજા અને 266 પોઈન્ટની સાથે ભારત ત્રીજા સ્થાને છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news