ટી20 વિશ્વકપમાં ટીમોની સંખ્યા વધારીને 20 કરવા પર વિચાર કરી રહ્યું છે આઈસીસીઃ રિપોર્ટ
'ટેલીગ્રાફ.કો.યૂકે' અનુસાર રમતના સર્કલને વધારવા માટે ટી20 ફોર્મેટને સર્વશ્રેષ્ઠ રીત માનનાર આઈસીસી આ વિકલ્પ પર વિચાર કરી રહ્યું છે કે, જેથી ક્રિકેટ ફુટબોલ અને બાસ્કેટ બોલ જેવા લોકપ્રિય રમતોની બરાબરી કરી શકે.
Trending Photos
લંડનઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) 2023-2031 સિઝનમાં ટી20 વિશ્વકપમાં ટીમોની સંખ્યા 16થી વધારીને 20 કરવા પર વિચાર કરી રહ્યું છે. એક મીડિયા રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. 'ટેલીગ્રાફ.કો.યૂકે' અનુસાર રમતના સર્કલને વધારવા માટે ટી20 ફોર્મેટને સર્વશ્રેષ્ઠ રીત માનનાર આઈસીસી આ વિકલ્પ પર વિચાર કરી રહ્યું છે કે, જેથી ક્રિકેટ ફુટબોલ અને બાસ્કેટ બોલ જેવા લોકપ્રિય રમતોની બરાબરી કરી શકે.
સમાચાર પત્ર અનુસાર આ મુદ્દા પર વિચાર 2023-2031ના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેલેન્ડરને લઈને યોજાનારી વિસ્તૃત ચર્ચાનો ભાગ છે. આ સિઝનનો પ્રથમ ટી20 વિશ્વકપ 2024માં રમાશે. આઈસીસીએ વૈશ્વિક મીડિયા અધિકાર બજારમાં ઉતરતા પહેલા પ્રત્યેક વર્ષ એક વૈશ્વિક સ્પર્ધાના આયોજનનો પ્રસ્તાવ રાખ્યો છે અને વિશ્વકપમાં ટીમોની વધુ સંખ્યાથી દર્શકોની સંખ્યામાં પણ વધારો થશે.
ધવન અને રાહુલ બંન્ને રમી શકે છે, હું બેટિંગ ક્રમમાં નીચે આવી શકુ છું: કોહલી
મોટી ટૂર્નામેન્ટનો મતલબ છે અમેરિકાની તેમાં પ્રતિનિધિત્વની સંભાવના વધશે. આઈસીસી અમેરિકાને મોટા બજારના રૂપમાં જોઈ રહ્યું છે અને અહીં રમતને પ્રોત્સાહન આપવા માટે તેણે હાલમાં ઘણા પ્રયત્ન કર્યાં છે. કેનેડા, જર્મની, નેપાળ અને નાઇઝીરિયાની ટીમને પણ તેમાં રમવાની તક મળી શકે છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે