ICCએ એશિયા કપમાં હોંગકોંગના મેચોને આપ્યો વનડેનો દરજ્જો

એશિયા કપ વનડે ટૂર્નામેન્ટ 15 સપ્ટેમ્બરથી રમાશે. ટૂર્નામેન્ટની મેચ દુબઈ અને અબુધાબીમાં યોજાશે. ઉદ્ઘાટન મેચમાં શ્રીલંકાનો સામનો બાંગ્લાદેશ સામે થશે. ભારત અને પાકિસ્તાન 19 સપ્ટેમ્બરે ટકરાશે. 

ICCએ એશિયા કપમાં હોંગકોંગના મેચોને આપ્યો વનડેનો દરજ્જો

દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સંઘ (આઈસીસી)એ એશિયા કપમાં હોંગકોંગના મેચને વનડેનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે. આઈસીસીએ અખબારી યાદીમાં આ જાણકારી આપી છે. હોંગકોંગ આઈસીસીનું એસોસિએટ સભ્ય છે, જેને અત્યાર સુધી વનડેનો દરજ્જો મળ્યો નથી. પરંતુ તેણે હાલમાં વનડેનો દરજ્જો ધરાવનાર નેપાલને હરાવીને એશિયા કપની ટિકિટ મેળવી હતી. 

સંયુક્ત અરબ અમીરાત (યૂએઈ)માં 15 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા એશિયા કપમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભારત, પાકિસ્તાન અને શ્રીલંકાને છોડીને એકમાત્ર એવી ટીમ છે, જેને વનડેનો દરજ્જો પ્રાપ્ત નથી. એશિયા કપમાં હોંગકોંગે પોતાનો પ્રથમ મેચ 16 સપ્ટેમ્બરે પાકિસ્તાન અને 18 સપ્ટેમ્બરે ભારત વિરુદ્ધ દુબઈમાં રમવાનો છે. 

— ICC (@ICC) September 9, 2018

આઈસીસીના મુખ્ય કાર્યકારી અધિકારી ડેવિડ રિચર્ડસને કહ્યું, એશિયા કપમાં હોંગકોંગના તમામ મેચોને વનડેનો દરજ્જો આપવા માટે આઈસીસી બોર્ડ દ્વારા એક સકારાત્મક પગલું ભરવામાં આવ્યું છે. આ નિર્ણયની શરૂઆત આ વર્ષની શરૂઆતમાં આઈસીસી ક્રિકેટ વિશ્વકપ ક્વોલિફાયરની સમીક્ષાની સાથે થઈ હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news