VIDEO: હૈદરાબાદનો સાથ છોડતા ભાવુક થયો વોર્નર, જણાવ્યું સફળતાનું રહસ્ય

ઓસ્ટ્રેલિયાના આ ઓપનિંગ બેટ્સમેને 56 બોલમાં 81 રન બનાવ્યા અને આ રીતે આઈપીએલ 2019માં કુલ 692 રન બનાવ્યા જે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી સર્વાધિક છે. 
 

VIDEO: હૈદરાબાદનો સાથ છોડતા ભાવુક થયો વોર્નર, જણાવ્યું સફળતાનું રહસ્ય

હૈદરાબાદઃ ડેવિડ વોર્નરે પોતાની એક વધુ ધમાકેદાર ઈનિંગથી સનરાઇઝર્સ હૈદરાબાદને પ્લેઓફની નજીક પહોંચાડીને પોતાના આઈપીએલ અભિયાનનો સારો અંત કર્યા બાદ કહ્યું કે, ટી-20 ટૂર્નામેન્ટ વિશ્વ કપ માટે મજબૂત આધાર છે. 

વોર્નરે સોમવારે આ સિઝનમાં પોતાની છેલ્લી મેચ રમી હતી. ત્યારબાદ તે વિશ્વ કપની તૈયારી માટે ઓસ્ટ્રેલિયા પરત ફરશે. ઓસ્ટ્રેલિયાના આ ઓપનિંગ બેટ્સમેને 56 બોલમાં 81 રન બનાવ્યા અને આ રીતે આઈપીએલ 2019માં કુલ 692 રન બનાવ્યા, જે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં સર્વાધિક છે. તેની આ ઈનિંગની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે કિંગ્સ ઈલેવનપંજાબને 45 રને પરાજય આપ્યો હતો. 

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ગત વર્ષે દક્ષિણ આફ્રિકામાં બોલ ટેમ્પરિંગ મામલામાં વોર્નર અને સ્ટીવ સ્મિથ પર એક વર્ષનો પ્રતિબંધ લગાવ્યો હતો જે હવે પૂરો થઈ ગયો છે. પ્રતિબંધ હટ્યા બાદ વોર્નરે હાલના આઈપીએલમાં શાનદાર ફોર્મ દેખાડ્યું અને તે ઓરેન્જ કેપ ધારક છે. હાં હું ટીમમાં હાસ્યકાર બનવાનો પ્રયત્ન કરુ છું. 

What happens when a cricketer turns cameraman? Watch as @BhuviOfficial goes behind the lens to capture Warner's @SunRisers journey for https://t.co/sdVARQFuiM. By @28anand. #SRHvKXIP

— IndianPremierLeague (@IPL) April 30, 2019

વોર્નરે મેચ બાદ કહ્યું, 'મારુ ધ્યાન હવે વિશ્વ કપ પર છે અને આ (આઈપીએલ) તેના માટે મજબૂત આધાર હતો.' તેણે ઈંગ્લેન્ડમાં 30 મેથી શરૂ થઈ રહેલા વનડે વિશ્વ કપમાં મોટો સ્કોર કરવાની ભવિષ્યવાણી કરી છે. 

વોર્નરે કહ્યું, આ વિશ્વ કપમાં કેટલાક મોટા સ્કોર જોવા મળશે. આશા છે કે બોલ વધુ સ્વિંગ નહીંક રે. ઈંગ્લેન્ડ પોતાના મેદાન પર રમશે અને તેની ટીમ શાનદાર છે. અમે ડિફેન્ડિંગ ચેમ્પિયન છીએ અને અમારા માટે અમારા મજબૂત પક્ષોના દમ પર સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું મહત્વનું રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news