Asian Games: એશિયાડમાં ભારતનું ધમાકેદાર પ્રદર્શન, શુટિંગમાં ગોલ્ડ, વુશુમાં સિલ્વર મેડલ જીત્યા
Asian Games 2023: એશિયન ગેમ્સમાં આજે પાંચમા દિવસે પણ ભારતનું ધમાકેદાર પ્રદર્શન ચાલુ છે. રોશિબિના દેવીએ સિલ્વર મેડલ અપાવ્યો અને હવે શુટિંગમાં ફરીથી ભારતને ગોલ્ડ મેડલ મળ્યો છે.
Trending Photos
Asian Games 2023: એશિયન ગેમ્સમાં આજે પાંચમા દિવસે પણ ભારતનું ધમાકેદાર પ્રદર્શન ચાલુ છે. રોશિબિના દેવીએ સિલ્વર મેડલ અપાવ્યો અને હવે શુટિંગમાં ફરીથી ભારતને ગોલ્ડ મેડલ મળ્યો છે. આમ અત્યાર સુધીમાં ભારતની ઝોળીમાં કુલ 24 મેડલ આવ્યા છે જેમાંથી 6 ગોલ્ડ મેડલ, 8 સિલ્વર મેડલ અને 10 બ્રોન્ઝ મેડલ છે.
શુટિંગમા વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો
અર્જૂનસિંહ ચીમા, સરબજોત સિંહ અને શિવ નરવાલની ત્રિપુટીએ 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતનો આ છઠ્ઠો ગોલ્ડ મેડલ છે.
Hangzhou Asian Games: Sarabjot Singh, Shiva Narwal, and Arjun Singh Cheema win gold in 10 metre Air Pistol Men's team event pic.twitter.com/b5CShoq23s
— ANI (@ANI) September 28, 2023
રોશિબિના દેવીએ જીત્યો સિલ્વર
વુશુમાં રોશિબિના દેવીએ ભારત તરફથી સિલ્વર મેડલ જીત્યો. નાઓરેમ રોશિબિના દેવીએ એશિયાડમાં મહિલાઓની 60 કિગ્રા વુશુ સાંડા ફાઈનલમાં સ્થાનિક દાવેદાર યુવ શિયાઓવેઈ વિરુદ્ધ 0-2ની હાર બાદ સિલ્વર જીત્યો. રોશિબિનાએ ગત ચેમ્પિયન શિયાઓવેઈ વિરુદ્ધ ભારે લડત આપી.
REMARKABLE ROSHIBINA🥈🌟
Roshibina won a sparkling Silver medal in the Wushu women’s 60 kg category at the #AsianGames2022
Interestingly, Roshibina upgraded the color of her medal from bronze, which she won in 2018, Jakarta AG, to Silver this time.🔥🫡
Kudos, champ!… pic.twitter.com/5uygAMK8Ta
— SAI Media (@Media_SAI) September 28, 2023
ભારતે અત્યાર સુધીમાં જીત્યા કુલ 24 મેડલ
ભારતે અત્યાર સુધીમાં કુલ 16 મેડલ જીત્યા છે જેમાં ગોલ્ડ મેડલની સંખ્યા હવે 6 થઈ ગઈ છે. જ્યારે 8 સિલ્વર મેડલ અને 10 બ્રોન્ઝ મેડલ મળ્યા છે.
1. મેહુલી ઘોષ, આશી ચોક્સે અને રમિતા જિંદાલ- 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શુટિંગ)- સિલ્વર મેડલ
2. અર્જૂન લાલ જાટ અને અરવિંદ સિંહ મેન્સ લાઈટવેટ ડબલ સ્કલ્સ (રોઈંગ)- સિલ્વર મેડલ
3. બાબુ લાલ અને લેખ રામ, મેન્સ કોક્સલેસ ડબલ્સ (રોઈંગ) - બ્રોન્ઝ મેડલ
4. મેન્સ કોક્સ્ડ 8 ટીમ (રોઈંગ)- સિલ્વર મેડલ
5. રમિતા જિંદાલ- વુમન્સ 10 મીટર એર રાઈફલ (શુટિંગ)- બ્રોન્ઝ મેડલ
6. એશ્વર્ય તોમર, રુદ્રાંક્ષ પાટિલ અને દિવ્યાંશ પવાર, 10 મીટર એર રાયફલ ટીમ ઈવેન્ટ (શુટિંગ)- ગોલ્ડ મેડલ
7. આશીષ, ભીમ સિંહ, જસવિંદર સિંહ અને પુનિતકુમાર- મેન્સ કોક્સલેસ 4 (રોઈંગ)- બ્રોન્ઝ મેડલ
8. પરમિંદર સિંહ, સતનામ સિંહ, ઝકાર ખાન, અને સુખમીત સિંહ- મેન્સ ક્વોડ્રપલ સ્કલ્સ (રોઈંગ)- બ્રોન્ઝ મેડલ
9. એશ્વર્ય પ્રતાપ સિંહ તોમર- મેન્સ 10 મીટર એર રાઈફલ (શુટિંગ)- બ્રોન્ઝ મેડલ
10. અનીશ, વિજયવીર સિદ્ધુ અને આદર્શ સિંહ- મેન્સ 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ (શુટિંગ)- બ્રોન્ઝ મેડલ
11. મહિલા ક્રિકેટ ટીમ - ગોલ્ડ મેડલ
12. નેહા ઠાકુર સેલિંગ (ડિંગી- ILCA4 ઈવેન્ટ) સિલ્વર મેડલ
13. ઈબાદ અલી સેલિંગ (RS:X)- બ્રોન્ઝ મેડલ
14. ઘોડેસવારીમાં ભારતે ડ્રેસેજ ટીમ ઈવેન્ટ (દિવ્યકીર્તિ સિંહ, હ્રદય વિપુલ છેડ અને અનુશ અગ્રવાલ, સુદીપ્તિ હઝેલા)- ગોલ્ડ મેડલ
15. સિફ્ત સમરા, આશી ચોક્સે અને માનિની કૌશિક ( 50 મીટર રાઈફલ 3પી ટીમ સ્પર્ધા)- સિલ્વર મેડલ
16. મનુ ભાકર, ઈશા સિંહ, રિધમ સાંગવાન (25 મીટર પિસ્તોલ ટીમ સ્પર્ધા)- ગોલ્ડ મેડલ
17. સિફ્ત કૌર સામરા 50 મીટર રાઈફલ 3 પોઝીશન (મહિલા)- ગોલ્ડ મેડલ
18. આશી ચોક્સે 50 મીટર રાઈફલ 3 પોઝીશન (મહિલા)- બ્રોન્ઝ મેડલ
19. અંગદ, ગુરજોત, અને અનંત જીત:સ્કીટ ટીમ સ્પર્ધા (શુટિંગ)- બ્રોન્ઝ મેડલ
20. વિષ્ણુ, સર્વનન, સેલિંગ (ILCA&)
21. ઈશા સિંહ, 25 મીટર પિસ્તોલ શુટિંગ (મહિલા)- સિલ્વર
22. અનંત જીત સિંહ, શુટિંગ (સ્કીટ)- સિલ્વર મેડલ
23. રોશિબિના દેવી, વુશુ (60 કિગ્રા)- સિલ્વર મેડલ
24. અર્જૂન ચીમા, સરબજોત સિંહ, શિવ નરવાલ- 10 મીટર એર પિસ્તોલ- ગોલ્ડ મેડલ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે