Asian Games 2023: શુટિંગમાં ઈતિહાસ રચાયો, ભારતે સિલ્વર બાદ ગોલ્ડ પણ જીત્યો, જાણો કુલ કેટલા મેડલ મળ્યા

Asian Games 2023: ભારતીય ટીમે હાંગઝોઉમાં યોજાયેલા એશિયન ગેમ્સ 2023માં શાનદાર શરૂઆત કરી છે. ભારતે પહેલો મેડલ 24 સપ્ટેમ્બરે જીત્યો હતો અને ત્યારબાદ સતત મેડલ આવી રહ્યા છે. ભારતની ઝોળીમાં વધુ એક ગોલ્ડ મેડલ આવ્યો છે. 

Asian Games 2023: શુટિંગમાં ઈતિહાસ રચાયો, ભારતે સિલ્વર બાદ ગોલ્ડ પણ જીત્યો, જાણો કુલ કેટલા મેડલ મળ્યા

Asian Games 2023: ભારતીય ટીમે હાંગઝોઉમાં યોજાયેલા એશિયન ગેમ્સ 2023માં શાનદાર શરૂઆત કરી છે. ભારતે પહેલો મેડલ 24 સપ્ટેમ્બરે જીત્યો હતો અને ત્યારબાદ સતત મેડલ આવી રહ્યા છે. ભારતની ઝોળીમાં વધુ એક ગોલ્ડ મેડલ આવ્યો છે. ભારતે શરૂઆતના ત્રણ દિવસમાં 14 મેડલ જીત્યા જ્યારે ચોથા દિવસે સિલ્વર મેડલ બાદ હવે ગોલ્ડ મેડલ પણ મળ્યો છે. 

શુટિંગમાં મળ્યો ગોલ્ડ
25 મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં ભારતની મહિલા ખેલાડીઓએ ગોલ્ડ મેડલ જીત્યો છે. મનુ ભાકર, ઈશા સિંહ અને રિધમ સાંગવાનની ટીમે આ મેડલ જીતાડ્યો છે. એશિયન ગેમ્સ 2023માં ભારતના ફાળે અત્યાર સુધીમાં 4 ગોલ્ડ મેડલ આવ્યા છે.

(Photo source: SAI Media) pic.twitter.com/4L6leDkubN

— ANI (@ANI) September 27, 2023

સિલ્વર મેડલ પણ જીત્યો
19માં એશિયન ગેમ્સના ચોથા દિવસે ભારતને પહેલો મેડલ 50 મીટર રાઈફલ ઈવેન્ટમાં મળ્યો છે. 50 મીટર રાઈફલ 3 પોઝીશન મહિલા ટીમ સ્પર્ધામાં 1754 અંકની સાથે ભારતે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. ભારતીય ટીમમાં આશી ચોક્સે, માનિની કૌશિક, અને સિફ્ત કૌર સમરા સામેલ હતા. 

— ANI (@ANI) September 27, 2023

ભારતે અત્યાર સુધીમાં જીત્યા કુલ 16 મેડલ
ભારતે અત્યાર સુધીમાં કુલ 16 મેડલ જીત્યા છે જેમાં ગોલ્ડ મેડલની સંખ્યા હવે 4 થઈ ગઈ છે.

2. અર્જૂન લાલ જાટ અને અરવિંદ સિંહ મેન્સ લાઈટવેટ ડબલ સ્કલ્સ (રોઈંગ)- સિલ્વર મેડલ
3. બાબુ લાલ અને લેખ રામ, મેન્સ કોક્સલેસ ડબલ્સ (રોઈંગ) - બ્રોન્ઝ મેડલ
4.  મેન્સ કોક્સ્ડ 8 ટીમ (રોઈંગ)- સિલ્વર મેડલ
5. રમિતા જિંદાલ- વુમન્સ 10 મીટર એર રાઈફલ (શુટિંગ)- બ્રોન્ઝ મેડલ
6. એશ્વર્ય તોમર, રુદ્રાંક્ષ પાટિલ અને દિવ્યાંશ પવાર, 10 મીટર એર રાયફલ ટીમ ઈવેન્ટ (શુટિંગ)- ગોલ્ડ મેડલ
7. આશીષ, ભીમ સિંહ, જસવિંદર સિંહ અને પુનિતકુમાર- મેન્સ કોક્સલેસ 4 (રોઈંગ)- બ્રોન્ઝ મેડલ
8. પરમિંદર સિંહ, સતનામ સિંહ, ઝકાર ખાન, અને સુખમીત સિંહ- મેન્સ ક્વોડ્રપલ સ્કલ્સ (રોઈંગ)- બ્રોન્ઝ મેડલ
9. એશ્વર્ય પ્રતાપ સિંહ તોમર- મેન્સ 10 મીટર એર રાઈફલ (શુટિંગ)- બ્રોન્ઝ મેડલ
10. અનીશ, વિજયવીર સિદ્ધુ અને આદર્શ સિંહ- મેન્સ 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ (શુટિંગ)- બ્રોન્ઝ મેડલ
11. મહિલા ક્રિકેટ ટીમ - ગોલ્ડ મેડલ
12. નેહા ઠાકુર સેલિંગ (ડિંગી- ILCA4 ઈવેન્ટ) સિલ્વર મેડલ
13. ઈબાદ અલી સેલિંગ (RS:X)- બ્રોન્ઝ મેડલ
14. ઘોડેસવારીમાં ભારતે ડ્રેસેજ ટીમ ઈવેન્ટ (દિવ્યકીર્તિ સિંહ, હ્રદય વિપુલ છેડ અને અનુશ અગ્રવાલ, સુદીપ્તિ હઝેલા)- ગોલ્ડ મેડલ 
15. સિફ્ત સમરા, આશી ચોક્સે અને માનિની કૌશિક ( 50 મીટર રાઈફલ 3પી ટીમ સ્પર્ધા)- સિલ્વર મેડલ
16. મનુ ભાકર, ઈશા સિંહ, રિધમ સાંગવાન (25 મીટર પિસ્તોલ ટીમ સ્પર્ધા)- ગોલ્ડ મેડલ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news