Gujarat Titans ની મેચમાં હવે આ ગુજરાતી ગીતો નહિ વાગે, થયો કોપીરાઈટનો કેસ

IPL 2023 Gujarat Titans : કોપીરાઇટ એકટનો ભંગ કરી ગીતો વગાડવા બદલ ગુજરાત ટાઇટન્સ વિરૂધ્ધ કોમર્શિયલ કોર્ટમાં દાવો દાખલ
 

Gujarat Titans ની મેચમાં હવે આ ગુજરાતી ગીતો નહિ વાગે, થયો કોપીરાઈટનો કેસ

Ahmedabad News અમદાવાદ : આઇપીએલમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતી ટીમ ગુજરાત ટ્રાઇન્ટન્સ સામે ગાંધીનગર કોમર્શીયલ કોર્ટમાં દાવો દાખલ થયો છે. મેસર્સ કોડ મ્યુઝિક પરફોર્મન્સ લિમિટેડ દ્વારા કરાયેલા દાવામાં મેચના એક દરમ્યાન વગાડવામાં આવતાં બે ગુજરાતી ગીતો કોપીરાઇટ નહી હોવા છતાં વગાડવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. આ બાબતની સુનાવણી થઈ હતી. જેમાં ગુજરાત ટાઇટન્સ અને ડીએનએ એન્ટરટેઇન નેટવર્ક પ્રા.લિ તરફથી ખાતરી આપવામા આવી કે, હવેની મેચમાં આ ગીતો વગાડવામાં નહિ આવે. 

આઈપીએલની ફાઈનલ મેચ રવિવારે યોજાવાની છે. તે પહેલાજ ગુજરાત ટાઈટન્સ ટીમ વિવાદમાં આવી છે. આ વિવાદ ગીતોનો છે. જેમાં ટીમ દ્વારા જે ગીતો વગાડવામા આવ્યા છે તે અંગે ગાંધીનગર કમર્શિયલ કોર્ટમાં કોપીરાઈટ એક્ટનો ભંગ કર્યાનો દાવો કરવામાં આવ્યો છે. મેસર્સ કોડ મ્યુઝિક પરફોર્મન્સ લિમિટેડ દ્વારા આ કેસ દાખલ કરાયો છે. 

કયા ગીત પર દાવો કરાયો 
હેલો મારો સાંભળો અને મારા પાલવનો... આ બંને ગીતો કોપીરાઈટનો ભંગ કરીને મેચમાં વગાડવામા આવતા હતા. જેતી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે. તેઓએ કહ્યુ કે, વિવિધ નોટિસો બાદ પણ ગુજરાત ટાઈટન્સ અને ડીએનએ એન્ટરટેઈનમેન્ટ નેટવર્ક પ્રાઈવેટ લિમિટેડ તરફથી ગીતો વગાડવાનું બંધ કરવામાં આવતુ ન હુતં. તેથી ગાંધીનગર કોર્ટમાં દાવો કરાયો હતો. અરજદારના એડવોકેટ તરફથી કહેવાયુ કે, વર્ષ 2020 માં પણ આ રીતે બંને ગીતો વગાડવામાં આવતા હતા. આ વર્ષે પણ બંને ગીતો સાતથી વધુ મેચોમાં વગાડવામા આવ્યા છે. જે કોપીરાઈટનો ભંગ કહેવાય. તેથી આ ગીતોને મેચ દરમિયાન પ્રતિબંધ મૂકાવવો જોઈએ. હવે ફાઈનલ મેચ છે, ત્યારે અરજદારને રાહત મળવી જોઈએ. 

ત્યારે ગુજરાત ટાઈટન્સ, ડીએનએ એન્ટરટેઈનમેન્ટ, ડીજે અક્કીસ, સ્પીન ગુરુઝ, બીસીસીઆઈ, ગુજરાત ક્રિકેટ એસોસિયેશનને નોટિસ ઈશ્યુ કરાઈ હતી. ત્યારે કંપની તરફથી આખરે ખાતરી અપાઈ કે, હવે ગુજરાત ટાઈટન્સની મેચ દરમિયાન આ બંને ગુજરાતી ગીતો નહિ વગાડવામાં આવે. આ ખાતરીને રેકોર્ડ પર લેવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news