ગુજરાત ટાઈટન્સે લોન્ચ કર્યું પોતાની ટીમનું એન્થમ સોંગ, 'આવા દે' મચાવી રહ્યું છે ધમાલ, શું તમે સાંભળ્યું કે નહીં?

આ ગીત ગુજરાતી સંસ્કૃતિ અને ટીમની મહત્વાકાંક્ષાને જોડતું દેખાય છે. ગીતની શરૂઆતમાં સ્વ.શ્રી કવિ નર્મદની પ્રસિદ્ધ પંક્તિઓ જય જય ગરવી ગુજરાતથી થાય છે. ત્યારબાદ 'આવા દે' શબ્દનો અર્થ થાય છે કે ટીમ દરેકને આમંત્રણ મોકલી રહી છે અને પડકાર સ્વીકારવા તૈયાર છે.

ગુજરાત ટાઈટન્સે લોન્ચ કર્યું પોતાની ટીમનું એન્થમ સોંગ, 'આવા દે' મચાવી રહ્યું છે ધમાલ, શું તમે સાંભળ્યું કે નહીં?

નવી દિલ્હી: ગુજરાત ટાઇટન્સે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 માં ડેબ્યૂ કરતા પહેલા તેમનું થીમ સોંગ 'આવા દે' રિલીઝ કર્યું છે. ડબ શર્મા દ્વારા રચિત અને ગુજરાતી લોક કલાકાર આદિત્ય ગઢવી દ્વારા ગાવામાં આવ્યું છે, આ ગીત ગુજરાતી સંસ્કૃતિ અને ટીમની મહત્વાકાંક્ષાને જોડતું દેખાય છે. ગીતની શરૂઆતમાં સ્વ.શ્રી કવિ નર્મદની પ્રસિદ્ધ પંક્તિઓ જય જય ગરવી ગુજરાતથી થાય છે. ત્યારબાદ 'આવા દે' શબ્દનો અર્થ થાય છે કે ટીમ દરેકને આમંત્રણ મોકલી રહી છે અને પડકાર સ્વીકારવા તૈયાર છે.

ગીતને બનાવનાર લોકોનો પુરેપુરો વિશ્વાસ છે કે આ સોંગ લોકોના દિલોમાં ઉંડી છાપ છોડશે. ગુજરાતી લોક કલાકાર આદિત્ય ગઢવીએ જણાવ્યું છે કે, જ્યારે મારે ગુજરાત ટાઈટન્સ માટે આ ગીત ગાવાનું હતું, ત્યારે મને ખબર હતી કે મારે તેના માધ્યમતી ગુજરાતની ઉર્જા, ચરિત્ર અને ઓળખને બતાવવી પડશે. મેં એક એવી ધૂન પસંદ કરી જે રાજ્યની ઓળખ વિશ્વ સમક્ષ લાવી શકે. હું ખૂબ જ ખુશ છું કે ગુજરાત ટાઇટન્સમાં દરેકને તે ગમ્યું છે. મને ખાતરી છે કે જ્યારે તે સ્ટેડિયમમાં રમાશે, ત્યારે બધા એકસાથે હોવ હોવ ગાશે અને તેનાથી ગુજરાત ટાઇટન્સની ટીમમાં ઉત્સાહ વધશે."

 
આ ગીતને લોન્ચ કરતા જ સોશિયલ મીડિયા પર લોકોનો ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં ગીત લોન્ચ થતાં જ થોડીક જ મિનિટોમાં હજારો લોકોએ નિહાળ્યું અને પસંદ કર્યું છે. તમને જણાવી દઈએ કે પહેલીવાર ગુજરાત ટાઈટન્સની ટીમ આઈપીએલમાં રમવા જઈ રહી છે. આ વખતે 8ના બદલે 10 ટીમો રમશે. ગુજરાત અને લખનઉની બે નવી ટીમોને આ વર્ષે લીગમાં સ્થાન મળ્યું છે. 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. આ બન્ને નવી ટીમોને બે અલગ અલગ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે.

ગુજરાત ટીમના ખેલાડીઓ
શુભમન ગિલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રાશિદ ખાન, મોહમ્મદ શમી, લોકી ફર્ગ્યુસન, અભિનવ સદારંગાની, રાહુલ તેવટિયા, નૂર અહેમદ, આર સાઈ કિશોર, ડોમિનિક ડ્રેક, જયંત યાદવ, વિજય શંકર, દર્શન નલકાંડે, યશ દયાલ. , અલઝારી જોસેફ, પ્રદીપ સાંગવાન, ડેવિડ મિલર, રિદ્ધિમાન સાહા, મેથ્યુ વેડ, ગુરકીરત સિંહ, રહેમાનુલ્લા ગુરબાઝ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news