World Cup 2019: પૂર્વ સ્પિનર એડમ્સે ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન પર ઉઠાવ્યા સવાલ

સાઉથ આફ્રિકાના પૂર્વ સ્પિનર એડમ્સે ન્યૂઝીલેન્ડના કેપ્ટનની ઈમાનદારી પર સવાલ ઉઠાવ્યા છે. તેણે કહ્યું કે, વિકેટકીપર ડિકોક દ્વારા કેચ પડક્યા બાદ પણ કેન વિલિયમસને ક્રીઝ કેમ ન છોડી. 
 

World Cup 2019: પૂર્વ સ્પિનર એડમ્સે ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન પર ઉઠાવ્યા સવાલ

બર્મિંઘમઃ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સાઉથ આફ્રિકા મેચમાં વિકેટકીપર ડિકોક દ્વારા કેચ પકડ્યા બાદ પણ કેન વિલિયમસન દ્વારા ક્રીઝ ન છોડવા પર સાઉથ આફ્રિકાના પૂર્વ સ્પિનર પોલ એડમ્સે ન્યૂઝીલેન્ડના કેપ્ટનની ઈમાનદારી પર સવાલ ઉઠાવ્યા છે. વિલિયમસનની અણનમ સદીની મદદથી ન્યૂઝીલેન્ડે બુધવારે રમાયેલી મેચમાં સાઉથ આફ્રિકાને ચાર વિકેટે પરાજય આપ્યો હતો. તેની આ ઈનિંગ વિવાદોમાં રહી કારણ કે મેચની 38મી ઓવરમાં ઇમરાન તાહિરના બોલ પર ડિકોક દ્વારા તેનો કેચ ઝડપી લેવામાં આવ્યો હતો. વિલિયમસન તે સમયે 76 રન પર હતો. 

કેને કહ્યું મને ખ્યાલ ન આવ્યો
એડમ્સે પોતાના ટ્વીટર પેજ પર લખ્યું, 'કેન વિલિયમસને મેદાન કેમ ન છોડ્યું/ શું તેને આ માટે અફસોસ થશે.' પરંતુ તાહિરે કેચ માટે અપીલ કરી પરંતુ અમ્પાયરે નકારી દીધી હતી. સાઉથ આફ્રિકાએ ડીઆરએસની માગ ન કરી પરંતુ બાદમાં રિપ્લેમાં જોવા મળ્યું કે, બોલ બેટનો કિનારો લેતા વિકેટકીરના ગ્લવ્સમાં ગયો હતો. 

સાઉથ આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે કહ્યું, 'મેં ડિકોક પર વિશ્વાસ કરી ડીઆરએસ લેવું યોગ્ય ન સમજ્યું. કેને પણ કહ્યું કે, તેને આ વિશે ખ્યાલ ન આવ્યો. આમ પણ મને નથી લાગતું કે, તે કારણે મેચ જીતી કે હારી.' બીજીતરફ કેન વિલિયમસનનું માનવું હતું કે આવી ધીમી પિચ પર રમવાના અનુભવથી તેની ટીમને ફાયદો થશે. 

— Paul Adams (@PaulAdams39) June 19, 2019

કેન ઉભુ કર્યું અંતર
ફાફે કેનની ઈનિંગની પ્રશંસા કરતા કહ્યું કે, તેની શાનદાર બેટિંગે બંન્ને ટીમ વચ્ચે અંતર દેપા કર્યું. ફાફે કહ્યું, કેને શાનદાર ઈનિંગ રમી, તમને પણ ખ્યાલ છે. લગભગ બંન્ને ટીમો વચ્ચે આ અંતર રહી ગયું, માત્ર એક ખેલાડીએ લગભગ ઈનિંગની શરૂઆતથી અંત સુધી બેટિંગ કરી. તમારે કોઈ એવા ખેલાડીની જરૂર હોય છે, પરંતુ અમારી ટીમમાં તે કોઈ ન કરી શક્યું. 

કેપ્ટનનું માનવું હતું કે અમારી ટીમ આ મેચમાં નિર્ધારિત સ્કોરથી ઓછામાં ઓછા 20 રન પાછળ રહી ગઈ, અમારો ટાર્ગેટ 250-270 રનનો હતો. સાથે અમે આશા પ્રમાણે બોલિંગ ન કરી શક્યા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news