કોરિયામાં શુક્રવારથી ફુટબોલ સીઝન શરૂ, વાત કરવા અને જશ્ન મનાવવાને લઈને આકરા નિયમ


ઘાતક કોરોના વાયરસને કારણે વિશ્વભરમાં રમત સ્પર્ધાઓને સ્થગિત કરી દેવામાં આવી હતી, હવે સાઉથ કોરિયા પ્રથમ દેશ બનશે જે આ મહામારીના વિઘ્ન બાદ લીગ શરૂ કરી રહ્યો છે. 
 

કોરિયામાં શુક્રવારથી ફુટબોલ સીઝન શરૂ, વાત કરવા અને જશ્ન મનાવવાને લઈને આકરા નિયમ

સિયોલઃ સાઉથ કોરિયાની ફુટબોલ સીઝન કોરોના વાયરસને કારણે બે મહિનાના વિલંબ બાદ શુક્રવારથી શરૂ થશે. ખાલી સ્ટેડિયમમાં રમાનારી મેચો દરમિયાન સંક્રમણના ખતરાથી બચવા માટે નવા સુરક્ષા દિશાનિર્દેશ જારી કરવામાં આવ્યા છે, જેમાં ગોલની ઉજવણી કરવા, હાથ મિલાવવા અને ત્યાં સુધી કે વાત કરવાને લઈને પણ આકરા નિયમો બનાવવામાં આવ્યા છે. 

પ્રથમ દેશ હશે સાઉથ કોરિયા
બેલારૂ, તુર્કમેનિસ્તાન અને તાઇવાન જેવા દેશોએ કોરોના વાયરસને કારણે ફુટબોલ મુકાબલા રાક્યા નથી પરંતુ 2002 વિશ્વકપનું સહ આયોજક સાઉથ કોરિયા ફુટબોલ રમનાર પ્રથમ મોટો દેશ છે જે કોરોના વાયરસના વિલંબ બાદ લીગ શરૂ કરી રહ્યું છે. 

કોરોનાનો જોવા મળ્યો હતો સૌથી વધુ પ્રકોપ
દક્ષિણ કોરિયા તે દેશોમાં સામેલ હતો જેમાં ચીનની બહાર શરૂઆતમાં કોરોના વાયરસનો સૌથી વધુ પ્રકોપ જોવા મળ્યો હતો ત્યારબાદ પ્રોફેશનલ રમતોએ પોતાના સત્રને રદ્દ અથવા સ્થગિત કરી દીધા હતા અને પછી બાદમાં વિશ્વભરના દેશોએ આ પગલાં ભર્યાં હતા. કોરિયાએ પરંતુ પોતાની મજબૂત ઓળખ, ટેસ્ટિંગ અને સારવાર કાર્યક્રમથી આ મહામારીને નિયંત્રિત કરી લીધી છે અને મંગળવારે ખાલી સ્ટેડિયમમાં બેસબાલની વાપસી બાદ હવે ફુટબોલની વાપસી થશે. 

જુવેન્ટસના ખેલાડી પ્રેક્ટિસ પર પરત ફર્યા, હવે જોડાશે રોનાલ્ડો

કે-લીગ હશે પ્રથમ સ્પર્ધા
કે-લીગ એશિયાની પ્રથમ મોટી સ્પર્ધા છે જેમાં મુકાબલા રમાશે. યૂરોપની મોટી લીગ હજુ બંધ છે અને માત્ર જર્મનીની બેંડુસલીગાએ મેચ બીજીવાર શરૂ કરવાની મજબૂત યોજના બનાવી છે.  બુંડેસલીગાની એક ક્લબના સ્ટાફમાં 3 લોકો કોરોના પોઝિટિવ મળ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news