શાહિદ આફ્રિદી ફાઉન્ડેશનને સપોર્ટ કરી ફસાયા યુવરાજ અને હરભજન, લોકો કરી રહ્યાં છે ટ્રોલ
જ્યારે યુવરાજ સિંહે આફ્રિદી ફાઉન્ડેશનને સપોર્ટ કરવાની વાત કરી ત્યારથી #ShameOnYuvi ટ્રેન્ડ શરૂ થયો, ઘણા લોકોને યુવી અને ભજ્જીની આ વાત પસંદ આવી નથી.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus) વિરુદ્ધ લડાઈ વિશ્વભરમાં જારી છે. આ જંગ સામે લડવા વિશ્વભરના ખેલાડીઓ સહિત ઘણા ભારતીય ખેલાડી પણ સામે આવ્યા છે. રોહિત શર્મા, ગૌતમ ગંભીર, અનિલ કુંબલે અને ગાંગુલીએ જરૂરીયાત ઘરાવતા લોકોને દાન આપવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન યુવરાજ સિંહે એવો વીડિયો ટ્વીટ કર્યો, જેથી તેની ખુબ ટીકા થઈ રહી છે. આ પોસ્ટમાં યુવીએ શાહિદ આફ્રિદી ફાઉન્ડેશનનું સમર્થન કર્યું, પરંતુ લોકોને આ વાત ગમી નથી.
These are testing times, it’s time to lookout for each other specially the ones who are lesser fortunate. Lets do our bit, I am supporting @SAfridiOfficial & @SAFoundationN in this noble initiative of covid19. Pls donate on https://t.co/yHtpolQbMx #StayHome @harbhajan_singh pic.twitter.com/HfKPABZ6Wh
— yuvraj singh (@YUVSTRONG12) March 31, 2020
યુવરાજ સિવાય હરભજન સિંહે પણ શાહિદ આફ્રિદીના ફાઉન્ડેશનને સપોર્ટ કરવાની વાત કરી હતી. હરભજન સિંહે ટ્વીટર પર લખ્યું હતું, 'વિશ્વભરમાં લોકો હાલ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યાં છે. આપણે આપણા તરફથી પ્રયત્ન કરવો જોઈએ. આફ્રિદી અને તેનું ફાઉન્ડેશન સારૂ કામ કરી રહ્યું છે. તમે તેનો સાથ આપો, અને જેટલી મદદ કરી શકો એટલી કરો, કોવિડ-19 સામે લડવામાં મદદ કરો.'
Kitna paisa diya tweet karne ka ?
— Keep Smiling (@upma23) March 31, 2020
યુવી અને ભજ્જીના ઘણા ભારતીય ફેન્સ આ ટ્વીટ બાદ ભડકી ગયા, એક મહિલાએ યુવરાજને કહ્યું કે, તેને ટ્વીટ કરવાના કેટલા રૂપિયા મળ્યા છે.
युवी भाई आपको पृथ्वीराज चौहान बनने का शौक हो तो जरूर बनिए, लेकिन हम अब मोहम्मद ग़ोरी पर रहम नहीं दिखा सकते 🙏
— Manoj Agrawal (@manoj_indore) March 31, 2020
એક બીજા યૂઝરે આફ્રિકીને મોહમ્મદ ગૌરી કહ્યો, તેણે લખ્યું, યુવી ભાઈ તમને પૃથ્વીરાજ ચૌહાણ બનવાનો શોખ હોય તો જરૂર બનો, પરંતુ હવે અમે મોહમ્મદ ગૌરી પર દયા ન દેખાડી શકીએ.
તો ભજ્જીએ પણ પોતાના આ ટ્વીટ માટે ફેન્સનો ગુસ્સો સહન કરવો પડી રહ્યો છે. ઘણા લોકોએ તો તેને ગદ્દાર પણ કર્યો. એક યૂઝરે ફિલ્મની તસવીર શેર કરતા કહ્યું, 'તે પહેલા કે તને ગદ્દાર ગણાવીને ગોળી મારૂ, ભાગી જા અહીંથી.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે