ઈયોન મોર્ગને રચ્યો ઈતિહાસ, 'અનોખી સદી' ફટકારનારો પહેલો ઈંગ્લીશ ક્રિકેટર

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટી-20 મેચ શરૂ થતાંની સાથે જ ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગને એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

ઈયોન મોર્ગને રચ્યો ઈતિહાસ, 'અનોખી સદી' ફટકારનારો પહેલો ઈંગ્લીશ ક્રિકેટર

અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને ઈંગ્લેન્ડની ત્રીજી ટી-20 મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગને ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો. તે 100 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમનારો ઈંગ્લેન્ડનો પહેલો ખેલાડી બની ગયો છે. 12 વર્ષ પહેલાં એટલે કે 2009માં નેધરલેન્ડ્સ સામે ટી-20 ડેબ્યુ કર્યુ હતુ. તેની સાથે જ મોર્ગન 100 કે તેનાથી વધારે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમનારો દુનિયાનો ચોથો ખેલાડી બની ગયો છે.

સૌથી વધુ ટી-20 મેચ રમનારા ખેલાડી:
શોએબ મલિક, પાકિસ્તાન - 116 ટી-20 મેચ
રોહિત શર્મા, ભારત -  108 ટી-20 મેચ
રોસ ટેલર, ન્યૂઝીલેન્ડ- 102 ટી-20 મેચ
ઈયોન મોર્ગન, ઈંગ્લેન્ડ - 100 ટી-20 મેચ
શાહિદ આફ્રિદી, પાકિસ્તાન - 99 ટી-20 મેચ
મોહમ્મદ હાફીઝ, પાકિસ્તાન - 99 ટી-20 મેચ
માર્ટિન ગપ્ટિલ, ન્યૂઝીલેન્ડ - 99 ટી-20 મેચ
જોસ બટલર, ઈંગ્લેન્ડ - 76 ટી-20 મેચ
એલેક્સ હેલ્સ, ઈંગ્લેન્ડ - 60 ટી-20 મેચ
ક્રિસ જોર્ડન, ઈંગ્લેન્ડ - 57 ટી-20 મેચ
સ્ટુઅર્ટ બ્રોડ, ઈંગ્લેન્ડ - 56 ટી-20 મેચ

સૌથી વધારે મેચમાં કેપ્ટનશીપ સાથે ધોની નંબર વન:
કેપ્ટન તરીકે વાત કરીએ તો સૌથી વધારે ટી-20 મેચ રમવાની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની નંબર વન છે. તેણે 72 મેચમાં કેપ્ટનશીપ કરી  અને 41 મેચમાં જીત અપાવી. ઈયોન મોર્ગન મહેન્દ્ર સિંહ ધોની પછી સૌથી વધારે મેચમાં કેપ્ટનશીપ કરનાર ખેલાડી બની ગયો છે. ઈયોન મોર્ગને 57 મેચમાં કેપ્ટનશીપ કરી છે. તેના પછી આયરલેન્ડનો વિલિયમ પોર્ટરફિલ્ડ 56 મેચ સાથે ત્રીજા નંબરે છે. મોર્ગને પોતાની કેપ્ટનશીપમાં 57માંથી 33 મેચમાં જીત અપાવી છે. તો વિરાટ કોહલીએ અત્યાર સુધી 43 ટી-20 મેચમાં કેપ્ટનશીપ કરી છે. જેમાં 25માં ભારતને જીત મળી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news