ENGvsSA T20I: મોર્ગનની આક્રમક અડધી સદી, ઈંગ્લેન્ડે આફ્રિકાને 5 વિકેટે હરાવી શ્રેણી કરી કબજે

ઈંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગને એકવાર ફરી સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. સાઉથ આફ્રિકા વિરુદ્ધ આ મેચમાં તેણે પોતાની અડધી સદી માત્ર 21 બોલમાં પૂરી કરી હતી.

ENGvsSA T20I: મોર્ગનની આક્રમક અડધી સદી, ઈંગ્લેન્ડે આફ્રિકાને 5 વિકેટે હરાવી શ્રેણી કરી કબજે

નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી ટી20 મેચમાં ઈંગ્લેન્ડે આફ્રિકાને 5 વિકેટે પરાજય આપીને ત્રણ મેચોની સિરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા પ્રોટીયાઝે 20 ઓવરમાં 6 વિકેટે 222 રન બનાવ્યા અને મહેમાન ટીમને જીતવા માટે 223 રનનો લક્ષ્ય આપ્યો હતો. જેના જવાબમાં ઈંગ્લેન્ડે તરફથી કેપ્ટન ઇયોન મોર્ગને એવી તોફાની ઈનિંગ રમી કે બધા ચોંકી ગયા અને તેણે ટીમને જીત અપાવી હતી. 

ઈંગ્લેન્ડ તરફથી મોર્ગન સિવાય જોસ બટલર (57) અને જોની બેયરસ્ટો (64)એ પણ આક્રમક અડધી સદી ફટકારી હતી. પરંતુ મોર્ગનની ઈનિંગ આકર્ષણનું કેન્દ્ર રહી અને તેણે 22 બોલ પર 7 છગ્ગાની મદદથી અણનમ 57 રન ફટકારી દીધા અને ટીમને પાંચ વિકેટે જીત અપાવી હતી. મોર્ગનની સ્ટ્રાઇક રેટ 259.08ની રહી હતી. આ જીત સાથે ઈંગ્લેન્ડે ત્રણ મેચોની સિરીઝ પણ 2-1થી પોતાના નામે કરી લીધી છે. 

આ પહેલા પ્રથમ બેટિંગ કરતા આફ્રિકા તરફથી હેનરિક ક્લાસેને સૌથી વધુ 66 રન ફટકાર્યા હતા. આ સિવાય ટેમ્બા બવુમાએ 49, ડિ કોકે 35, મિલરે 35 રનનું યોગદાન આપ્યું હતું. મહત્વનું છે કે પ્રથમ ટી20 મેચમાં આફ્રિકાએ ઈંગ્લેન્ડને 1 રને પરાજય આપ્યો હતો. ત્યારબાદ ઈંગ્લેન્ડે બીજી ટી20 મેચમાં આફ્રિકાને 2 રને હરાવ્યું હતું. 

ઈંગ્લેન્ડ માટે મોર્ગને રમી T20Iમાં સૌથી ઝડપી અડધી સદી
ઈંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગને એકવાર ફરી સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. સાઉથ આફ્રિકા વિરુદ્ધ આ મેચમાં તેણે પોતાની અડધી સદી માત્ર 21 બોલમાં પૂરી કરી હતી. આ પહેલા મોર્ગને વર્ષ 2019માં નેપિયરમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પણ 21 બોલમાં અડધી સદી ફટકારી હતી. એટલે કે આ બીજીવાર છે જ્યારે તેણે ઈંગ્લેન્ડ તરફથી ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બે વખત સૌથી વધુ ઝડપી અડધી સદી ફટકારી હતી. મોર્ગન સિવાય ઈંગ્લેન્ડ માટે સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બેટ્સમેન જોસ બટલર છે, જણે 22 બોલ પર જ્યારે જેસન રોયે 22 બોલ પર આ કમાલ કર્યો હતો. 

ઈંગ્લેન્ડ માટે ટી20માં સૌથી ઝડપી અડધી સદી
- 21 ઇયોન મોર્ગન

-21 ઇયોન મોર્ગન

- 22 જોસ બટલર

- 22 જેસન રોય

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news