SAvsENG: પ્રથમ ઈનિંગમાં ઈંગ્લેન્ડ 181 રન પર ઓલઆઉટ, આફ્રિકાની કુલ લીડ 175
103 રનની લીડ હાસિલ કર્યાં બાદ બીજી ઈનિંગમાં બેટિંગ કરવા ઉતરેલી પ્રોટિયાઝ ટીમની શરૂઆત પણ ખરાબ રહી હતી. ટીમે માત્ર 62 રન સુધી પોતાની 4 વિકેટ ગુમાવી દીધી હતી.
Trending Photos
સેન્ચુરિયનઃ બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ બીજા દિવસની રમતના અંતે કુલ 175 રનની લીડ મેળવી લીધી છે. દક્ષિણ આફ્રિકાની પ્રથમ ઈનિંગના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 181 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજી ઈનિંગમાં આફ્રિકાએ 4 વિકેટ ગુમાવી 72 રન બનાવી લીધા છે અને તેની કુલ લીડ 175 રન થઈ ગઈ છે. બીજા દિવસે સ્ટંમ્પ સમયે રેલી વૈન ડર ડુસેન 17 અને નાઇટવોચમેન એનરિક નોર્ત્જ 4 રન બનાવી ક્રીઝ પર છે.
આ પહેલા દક્ષિણ આફ્રિકાના 284 રનના જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત સારી ન રહી. માત્ર 15 રન સુધી તેણે 2 વિકેટ ગુમાવી દીધી હતી. રોરી બર્ન્સ 9 અને ડોમિનિક સિબ્લી 4 રન બનાવી આઉટ થયા હતા. અહીંથી જો ડેનલી અને કેપ્ટન જો રૂટે ત્રીજી વિકેટ માટે 55 રનની ભાગીદારી કરી અને ઈનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ 70ના કુલ સ્કોર પર જો રૂટ 29 રન બનાવી આઉટ થયો હતો. પરંતુ જો ડેનલીએ જરૂર 50 રનની ઈનિંગ રમી પરંતુ મધ્યમક્રમમાં જોની બેયરસ્ટો (1 રન), બેન સ્ટોક્સ (35 રન) અને જોસ બટલર (12 રન) નિષ્ફળ રહ્યાં હતા. આ કારણે ઈંગ્લેન્ડની ટીમ માત્ર 181 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકા તરફથી વર્નેન ફિલાન્ડરે 4 અને કગિસો રબાડાએ 3 વિકેટ ઝડપી હતી.
103 રનની લીડ હાસિલ કર્યાં બાદ બીજી ઈનિંગમાં બેટિંગ કરવા ઉતરેલી પ્રોટિયાઝ ટીમની શરૂઆત પણ ખરાબ રહી હતી. ટીમે માત્ર 62 રન સુધી પોતાની 4 વિકેટ ગુમાવી દીધી હતી. એડન માર્કરમ 2 રન, ડીન એલ્ગર 22 રન, જુબૈર હમજા 4 રન અને કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ 20 રન બનાવી ઓલઆઉટ થઈ ગયા છે. ઈંગ્લેન્ડ માટે જોફ્રા આર્ચરે બીજી ઈનિંગમાં બે વિકેટ ઝડપી છે.
સંક્ષિપ્ત સ્કોર
દક્ષિણ આફ્રિકા પ્રથમ ઈનિંગઃ 284/10 તથા બીજી ઈનિંગ 72/4 (રેસી વૈન ડર ડુસેન 17, જોફ્રા આર્ચર 2/37)
ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગઃ 181/10 (જો ડેનલી 50, વર્નેન ફિલાન્ડર (4/16)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે