ENG vs AUS T20: ઓસ્ટ્રેલિયાએ હાથમાં આવેલી બાજી ગુમાવી, ઈંગ્લેન્ડનો 2 રને રોમાંચક વિજય


આ વર્ષે માર્ચ બાદ પ્રથમવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઉતરલી ઓસ્ટ્રેલિયન ટીમે હારનો સામનો કરવો પડ્યો છે. યજમાન ઈંગ્લેન્ડે ત્રણ ટી20 મેચની સિરીઝના પ્રથમ મુકાબલામાં તેને બે રને પરાજય આપ્યો હતો.

ENG vs AUS T20:  ઓસ્ટ્રેલિયાએ હાથમાં આવેલી બાજી ગુમાવી, ઈંગ્લેન્ડનો 2 રને રોમાંચક વિજય

સાઉથેમ્પ્ટનઃ આ વર્ષે માર્ચ બાદ પ્રથમવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઉતરલી ઓસ્ટ્રેલિયન ટીમે હારનો સામનો કરવો પડ્યો છે. યજમાન ઈંગ્લેન્ડે ત્રણ ટી20 મેચની સિરીઝના પ્રથમ મુકાબલામાં તેને બે રને પરાજય આપ્યો હતો. પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 162/7 રન બનાવ્યા, જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 160/6 રન બનાવી શકી હતી. સિરીઝની બીજી મેચ 6 સપ્ટેમ્બરે રમાશે. 

સાઉથેમ્પ્ટનમાં 163 રનનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમને એક સમયે 36 બોલમાં 39 રનની જરૂર હતી અને તેની 9 વિકેટ સુરક્ષિત હતી. છતાં પણ તે લક્ષ્યથી દૂર રહી ગઈ હતી. અંતિમ ઓવરમાં 15 રનની જરૂર હતી, પરંતુ કાંગારૂ ટીમ માત્ર 12 રન બનાવી શકી હતી. 

Dawid Malan's crucial knock earns him the Player of the Match award 🏅 #ENGvAUS pic.twitter.com/pTqHrWHA4H

— ICC (@ICC) September 4, 2020

ડેવિડ વોર્નર (58 રન, 47 બોલ) અને કેપ્ટન એરોન ફિન્ચ (46 રન, 32 બોલ)ની જોડીએ પ્રથમ વિકેટ માટે 98 રન જોડ્યા હતા. પરંતુ ત્યારબાદ 14 બોલમાં ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ત્રીજા નંબર પર ઉતરેલ સ્ટિવ સ્મિથ (18) 124ના સ્કોર પર આુટ થયો હતો. 127ના સ્કોર પર ગ્લેન મેક્સવેલ (1), 129 પર ડેવિડ વોર્નર, 133 પર એલેક્સ કેરી (1) આઉટ થયો અને 148ના સ્કોર પર એશ્ટન એગર (4) રન આઉટ થયો હતો. 

IPL 2020: CSK લાગ્યો વધુ એક ઝટકો, જાણો ભજ્જી કેમ થયો ટૂર્નામેન્ટમાંથી બહાર

ટોમ કુરેનની અંતિમ ઓવરના બીજા બોલ પર સ્ટોઇનિસ (અણનમ 23)એ છગ્ગો ફટકાર્યો. ચાર બોલમાં 9 રનની જરૂર હતી, પરંતુ ચાર બોલ પર 0, 2, 2, 2 રન બનાવી શક્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચર, આદિલ રાશિદે બે-બે વિકેટ ઝડપી હતી. 

આ પહેલા ઈંગ્લેન્ડના જોસ બટલર (44, 29 બોલ) અને ડેવિડ મલાન (66 રન, 43 બોલ)ની ઈનિંગની મદદથી 162/7 રન બનાવ્યા હતા. એશ્ટન એગર, કેન રિચર્ડસન અને ગ્લેન મેક્સવેલે 2-2 વિકેટ લઈને યજમાન ટીમને મોટો સ્કોર બનાવાથી રોકી હતી. મલાન મેન ઓફ ધ મેચ રહ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news