Dream 11 બન્યું IPL-2020નું ટાઇટલ સ્પોન્સર, 222 કરોડમાં ખરીદ્યા અધિકાર


ડ્રીમ 11એ 222 કરોડમાં આઈપીએલના ટાઈટલ સ્પોન્સરના રાઇટ્સ જીતી લીધા છે. 

Dream 11 બન્યું IPL-2020નું ટાઇટલ સ્પોન્સર, 222 કરોડમાં ખરીદ્યા અધિકાર

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને આઈપીએલની સીઝન-2020 માટે ટાઇટલ સ્પોન્સર મળી ગયું છે. સ્પોર્ટ્સ ફેન્ટસી લીગ એપ ડ્રીમ ઈલેવને 222 કરોડમાં ટાઇટલ સ્પોન્સરના રાઇટ્સ ખરીદી લીધા છે. આ માત્ર એક સીઝન માટેનો કરાર છે. મહત્વનું છે કે ચાઇનીઝ મોબાઇલ કંપની વીવોએ આ વર્ષે બીસીસીઆઈના ટાઇટલ સ્પોન્સર પદેથી હટવાનો નિર્ણય લીધો હતો. 
 

— Press Trust of India (@PTI_News) August 18, 2020

ડ્રીમ ઇલેવને મારી બાજી
IPL 2020 માટે ચાઇનીઝ કંપની  VIVOના સ્થાને નવા ટાઇટલ સ્પોન્સરની જાહેરાત થઈ ગઈ છે. વીવોના સીઝન 13માંથી હટ્યા બાદ Dream 11ને આ વર્ષની આઈપીએલ ટાઇટલ સ્પોન્સરશિપ મળી છે. Dream 11એ 222 કરોડ રૂપિયામાં IPL 2020 સીઝન માટે સ્પોન્સરશિપના રાઇટ્સ ખરીદ્યા છે. 

આ બોલી VIVOના વાર્ષિક 440 કરોડ રૂપિયાથી 190 કરોડ રૂપિયા ઓછી છે. ટાઇટલ પ્રાયોજક અધિકારની રેસમાં ટાટા સમૂહ પણ સામેલ હતું. આઈપીએલનું આયોજન 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી આ વર્ષે સંયુક્ત અરબ અમીરાત (UAE)મા કરવામાં આવશે. 

મહત્વનું છે કે આપહેલા ભારત અને ચીન વચ્ચે વધતા વિવાદને કારણે બીસીસીઆઈએ આ સીઝન માટે વીવોને રજા આપી દીધી હતી. વીવોએ 2018થી 2022 સુધી પાંચ વર્ષ માટે 2190 કરોડ રૂપિયા (પ્રત્યેક વર્ષ માટે 440 કરોડ રૂપિયા) આઈપીએલ ટાઇટલ પ્રાયોજકના અધિકાર હાસિલ કર્યાં હતા. આગામી વર્ષે વીવો ફરી મુખ્ય સ્પોન્સરના રૂપમાં પરત ફરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news