IPL 2020: દિનેશ કાર્તિકનો મોટો નિર્ણય, મોર્ગન માટે KKRની કેપ્ટનસી છોડી

દિનેશ કાર્તિકે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની કેપ્ટનસી છોડવાનો નિર્ણય કર્યો છે. તેણે ટીમ મેનેજમેન્ટને તેનો નિર્ણય વિશે જણાવ્યું છે. કાર્તિકે ઇગ્લેન્ડને સીમિત ઓવરના કેપ્ટન ઇયોન મોર્ગનને કેપ્ટનસી સોંપવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આજે (શુક્રવાર) અબુધાબીમાં મુંબઇ ઇન્ડિયન્સની સામે યોજાનાર મેચમાં મોર્ગન ટીમની આગેવાની કરશે. મોર્ગન અત્યાર સુધી ઉપકેપ્ટનની ભૂમિકા નિભાવી રહ્યો હતો.

IPL 2020: દિનેશ કાર્તિકનો મોટો નિર્ણય, મોર્ગન માટે KKRની કેપ્ટનસી છોડી

નવી દિલ્હી: દિનેશ કાર્તિકે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની કેપ્ટનસી છોડવાનો નિર્ણય કર્યો છે. તેણે ટીમ મેનેજમેન્ટને તેનો નિર્ણય વિશે જણાવ્યું છે. કાર્તિકે ઇગ્લેન્ડને સીમિત ઓવરના કેપ્ટન ઇયોન મોર્ગનને કેપ્ટનસી સોંપવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આજે (શુક્રવાર) અબુધાબીમાં મુંબઇ ઇન્ડિયન્સની સામે યોજાનાર મેચમાં મોર્ગન ટીમની આગેવાની કરશે. મોર્ગન અત્યાર સુધી ઉપકેપ્ટનની ભૂમિકા નિભાવી રહ્યો હતો.

ટીમે અત્યાર સુધીના પ્રદર્શનના કારણે દિનેશ કાર્તિકની કેપ્ટનસીની ટીકા થઇ રહી છે. કાર્તિકે કેકેઆર મેનેજમેન્ટને જણાવ્યું હતું કે, તે બેટિંગ પર ધ્યાન કેન્દ્રીત કરવા અને ટીમના ઉદેશ્યમાં વધારે યોગદાન આપવા માટે ટીમની કેપ્ટનસી ઇયોન મોર્ગનને સોંપવા માગે છે.

કેકેઆરના સીઈઓ વેંકી મેસૂરે કહ્યું, અમે ભાગ્યશાળી છે કે, અમારી પાસે ડીકે (દિનેશ કાર્તિક) જેવા નેતૃત્વકર્તા છે. તેમણે હમેશાં ટીમને પહેલા રાખી છે. તેમના જેવો નિર્ણય લેવા માટે ઘણું સાહસ હોવું જોઇએ. અમે તેમના આ નિર્ણયથી આશ્ચર્યચકિત છીએ. અમે તેમની ઇચ્છાઓનું સન્માન કરીએ છે. અમે ભાગ્યશાળી છીએ કે, 2019 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઇયોન મોર્ગન હવે ટીમનું નેતૃત્વ કરશે.

મેસૂરે કહ્યું, કાર્તિક અને ઇયોને આ ટૂર્નામેન્ટ દરમિયાન ભેગા મળીને સારૂ કામ કર્યું છે. હવે ભલે ઈયોન કેપ્ટનસી સંભાળી રહ્યો છે. પરંતુ આ એકતરફથી ભૂમિકાઓની અદલા બદલી છે અને અમને આશા છે કે, આ ફરેફરા તટસ્થતાપૂર્વક કામ કરશે.

તેમણે કહ્યું, કોલકાતા નાઇટ રાઈડર્સ સાથે જોડાયેલા પ્રત્યેક વ્યક્તિની તરફથી અમે દિનેશ કાર્તિકને છેલ્લા અઢી વર્ષમાં કેપ્ટન તરીકે તેમના યોગદાન માટે આભાર વ્યક્ત કરીએ છે અને ઇયોનને શુભકામાનાઓ પાઠવીએ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news