'ટાર્ગેટ ગોલ્ફ ચેલેન્જ'માં ધ્રુમિલ ધોળકીયાનો એક રોમાંચક ટાઈ બ્રેકર સાથે વિજય

આ સ્પર્ધાના પ્રથમ 3 વિજેતા ખેલાડીઓમાં ધ્રુમિલ ધોળકીયા, દેવવ્રત સિંઘ રાજાવત અને નિમિત વોરાનો સમાવેશ થાય છે. તેમના વચ્ચેની સ્પર્ધા ત્રણ રોમાંચક ટાઈ બ્રેકર રાઉન્ડ પછી પૂરી થઈ હતી.

'ટાર્ગેટ ગોલ્ફ ચેલેન્જ'માં ધ્રુમિલ ધોળકીયાનો એક રોમાંચક ટાઈ બ્રેકર સાથે વિજય

અમદાવાદ :  કેન્સવીલે ગોલ્ફ એકેડેમી ખાતે યોજાયેલી એમેચ્યોર અને પ્રોફેશનલ ગોલ્ફર્સ દ્વિતીય 'ટાર્ગેટ ગોલ્ફ ચેલેન્જ'માં અમદાવાદ શહેરના 24 ઉત્સાહી  ખેલાડીઓએ ભાગ લીધો હતો.  આ સ્પર્ધાના પ્રથમ 3 વિજેતા ખેલાડીઓમાં ધ્રુમિલ ધોળકીયા, દેવવ્રત સિંઘ રાજાવત અને નિમિત વોરાનો સમાવેશ થાય છે. તેમના વચ્ચેની સ્પર્ધા ત્રણ રોમાંચક ટાઈ બ્રેકર રાઉન્ડ પછી પૂરી થઈ હતી. ધ્રુમીલે ખૂબ જ ચોકસાઈ અને દ્રઢ નિશ્ચય દાખવ્યા હતા અને તે બીજી એડીશનનો વિજેતા બન્યો હતો. દેવવ્રત અને નિમિત અનુક્રમે પ્રથમ અને દ્વિતીય રનર્સ અપ જાહેર થયા હતા. 

થર્ડ રનર્સ અપ જાહેર કરવા વધુ એક ટાઈ બ્રેકરની આવશ્યકતા ઉભી થઈ હતી. આ ચેલેન્જમાં માહિ પોટડુખેએ નીલ દવેને  પાછળ છોડીને ચોથું  સ્થાન હાંસલ કર્યું  હતું. ખેલાડીઓ માટેનો ટાર્ગેટ સર્કલ તરીકે દર્શાવેલો ગ્રીન એરિયા હતો. દરેકની અલગ અલગ પોઈન્ટ વેલ્યુ હતી. દરેક ખેલાડીએ પાંચ સ્ટ્રોક રમવાના હતા જેમાંથી 3 ઉત્તમ સ્ટ્રોકને વિજેતા નક્કી કરવામાં ગણત્રીમાં લેવાના હતા.

ગોલ્ફની રકમને વધુ આકર્ષક અને સમાવેશી બનાવવાના હેતુથી રમાયેલી કેન્સવીલે ગોલ્ફ એકેડેમીની 'ટાર્ગેટ ગોલ્ફ ચેલેન્જ' એક અનોખુ ગેમ ફોર્મેટ છે. જે અમદાવાદના ગોલ્ફના ચાહકોમાં ધીમે ધીમે લોકપ્રિય થતુ જાય છે. ટાર્ગેટ ગોલ્ફ એ એક એવુ ફોર્મેટ છે કે જે અમેરિકામાં અને યુરોપના દેશોમાં ખૂબ જ  જ લોકપ્રિય છે. આ ખેલની મજા એ છે કે એમાં નવોદિત ખેલાડીથી માંડીને ગોલ્ફના નિષ્ણાત સહિત તમામ લોકો સાથે ભાગ લઈ શકે છે અને સાથે ગોલ્ફ માણી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news