Deodhar Trophy : શુભમન ગિલે તોડ્યો વિરાટ કોહલીનો 10 વર્ષ જૂનો રેકોર્ડ

કોહલીએ 2009માં 21 વર્ષ 142 દિવસની નાની વયે દેવધર ટ્રોફીની ફાઈનલમાં ટીમનું સુકાનીપદ સંભાળ્યું હતું. શુભમન ગિલ આજે જ્યારે કેપ્ટન તરીકે મેદાનમાં ઉતર્યો ત્યારે તેની ઉંમર માત્ર 20 વર્ષ અને 57 દિવસ હતી. 
 

Deodhar Trophy : શુભમન ગિલે તોડ્યો વિરાટ કોહલીનો 10 વર્ષ જૂનો રેકોર્ડ

રાંચીઃ ભારતીય ટીમના યુવાન સ્ટાર ખેલાડી શુભમન ગિલે દેવધર ટ્રોફીમાં એક નવો ઈતિહાસ રચ્યો છે. તેણે સોમાવરે રમાયેલી 47મી દેવધર ટ્રોફીની ફાઈનલમાં ઈન્ડિયા-સી ટીમની કેપ્ટનશીપ કરી હતી. આ સાથે જ તે આ ટૂર્નામેન્ટની ફાઈનલમાં કેપ્ટનશીપ કરનારો સૌથી નાની વયનો કેપ્ટન બની ગયો છે. તેની સાથે જ તેણે વિરાટ કોહલીનો 10 વર્ષ જુનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. 

આ અગાઉ દેવધર ટ્રોફીની ફાઈનલમાં સૌથી નાની વયે કેપ્ટનશીપ કરવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો. કોહલીએ 2009માં 21 વર્ષ 142 દિવસની નાની વયે દેવધર ટ્રોફીની ફાઈનલમાં ટીમનું સુકાનીપદ સંભાળ્યું હતું. શુભમન ગિલ આજે જ્યારે કેપ્ટન તરીકે મેદાનમાં ઉતર્યો ત્યારે તેની ઉંમર માત્ર 20 વર્ષ અને 57 દિવસ હતી. 

જોકે, શુભમન ગિલ માટે દેવધર ટ્રોફીની ફાઈનલ મેચ યાદગાર બની નહીં. તે માત્ર 1 રનમાં આઉટ થઈ ગયો. તેની ટીમ ઈન્ડિયા-સી પણ આ મેચ હારી ગઈ. ઈન્ડિયા-બી ટીમે આ મેચ 51 રને જીતી હતી, જેનો કેપ્ટન પાર્થિવ પટેલ હતો. 

ઈન્ડિયા-બી ટીમે દેવધર ટ્રોફીની ફાઈનલમાં પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 283 રન બનાવ્યા હતા. તેના તરફથી કેદાર જાધવે સૌથી વધુ 86 રન બનાવ્યા હતા. ઈન્ડિયા-સી તરફથી બંગાળના પેસર ઈશાન પોરેલે 5 વિકેટ લીધી હતી. જોકે, ઈન્ડિયા-સીની ટીમ 284 રનના લક્ષ્યનો પીછો કરતા સમયે 9 વિકેટે માત્ર 232 રન જ બનાવી શકી. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news