DDCAની સામાન્ય બેઠકમાં મારામારી, ગૌતમ ગંભીરે ગાંગુલીને કહ્યું, તાત્કાલિક ભંગ કરો

દિલ્હી તથા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની વાર્ષિક બેઠકમાં બે પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. 

 DDCAની સામાન્ય બેઠકમાં મારામારી, ગૌતમ ગંભીરે ગાંગુલીને કહ્યું, તાત્કાલિક ભંગ કરો

નવી દિલ્હીઃ દિલ્હી તથા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની વાર્ષિક બેઠકમાં બે પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. આ બેઠકમાં એક પક્ષે નિવૃત જસ્ટિસ બદર દુરેજ અહમદને હટાવવાની માગ કરી રહ્યું હતું. આ ઝગડામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ઓપી શર્માને પણ ઈજા થઈ છે. 

પૂર્વ ક્રિકેટર અને ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને ટ્વીટ કરતા દોષીત પર આકરી કાર્યવહીની માગ કરી છે. ગૌતમ ગંભીરે કહ્યું કે, ડીડીસીએ હદથી બહાર જતું રહ્યું છે. ડીડીસીએએ શરમજનક કામ કર્યું છે. ગૌતમ ગંભીરે માગ કરી છે કે ડીડીસીએને તાત્કાલિક નિષ્ક્રિય કરી દેવામાં આવે. સાથે તેમાં સામેલ દોષીઓ પર આજીવન પ્રતિબંધ લગાવવામાં આવે. 

— Gautam Gambhir (@GautamGambhir) December 29, 2019

મારામારીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સાંસદ ગૌતમ ગંભીરે સૌરવ ગાંગુલી અને જય શાહ પાસે માગ કરી છે કે તત્કાલ ડીડીસીએને ભંગ કરી દેવામાં આવે, અને દોષિતો પર આજીવન પ્રતિબંધ લગાવવામાં આવે. અત્યાર સુધી સૌરવ ગાંગુલીની આ ઘટના પર કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news