વેસ્ટઈન્ડિઝ ક્રિકેટના અધ્યક્ષ પદ પરથી કૈમરનને હટાવાયા

ક્રિકેટ વેસ્ટઈન્ડિઝના વિવાદાસ્પદ અધ્યક્ષ ડેવ કૈમરન પોતાનું પદ જાળવી રાખવા માટે થયેલા મતદાનમાં હારી ગયા છે. 

વેસ્ટઈન્ડિઝ ક્રિકેટના અધ્યક્ષ પદ પરથી કૈમરનને હટાવાયા

લંડનઃ ક્રિકેટ વેસ્ટઈન્ડિઝના વિવાદાસ્પદ અધ્યક્ષ ડેવ કૈમરન પોતાનું પદ જાળવી રાખવા માટે થયેલા મતદાનમાં હારી ગયા છે. બોર્ડનું સંચાલન કરતી સમિતિએ આ જાણકારી આપી છે. કૈમરનનો રિકી સ્કેરિટ વિરુદ્ધ મતદાનમાં 4-8થી હારનો સામનો કરવો પડ્યો છે. આ મતદાન રિવારે જમૈકાના કિંગ્સટનમાં થયું હતું. 

સ્કેરિટ વેસ્ટઈન્ડિઝ ટીમના પૂર્વ મેનેજર રહી ચુક્યા છે. સ્કેરિટના સાથી અને ઉપાધ્યક્ષ પદ માટે ઇમાનુએલ નાથનને પડકાર આપનારા ડો. કિશોર શૈલોએ પણ આ અંતરે જીત મેળવી છે. 

ક્રિકેટ વેસ્ટઈન્ડિઝ તરફતી જાહેર થયેલા નિવેદનમાં સ્કેરિટે કહ્યું, હું અધ્યક્ષ પદે ચૂંટાવાને કારણે ગૌરવ અનુભવી રહ્યો છું. તેણે કહ્યું, અમે વેસ્ટઈન્ડિઝ ક્રિકેટના વિકાસ માટે મેદાનની બહાર અને અંદર કામ કરવાના શપથ ગ્રહણ કરીએ છીએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news