કાર્તિકની હાજરીમાં ઉત્સાહમાં સારા કરી બેઠી ન કરવાનું, જુઓ Video

હાલમાં સારા અલી ખાન અને કાર્તિક આર્યન દિલ્હીમાં લવ આજકલ 2ના શૂટિંગમાં વ્યસ્ત છે

કાર્તિકની હાજરીમાં ઉત્સાહમાં સારા કરી બેઠી ન કરવાનું, જુઓ Video

નવી દિલ્હી : હાલમાં સારા અલી ખાન અને કાર્તિક આર્યન દિલ્હીમાં લવ આજકલ 2ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 2009ની હિટ ફિલ્મ 'લવ આજ કલ'ની સિક્વલ છે. હાલમાં આ ફિલ્મના સેટ પરનો એક વીડિયો વાઇરલ થયો છે જેમાં સારા જોરજોરથી કાર્તિકના નામની બૂમો પાડે છે. 

A post shared by KARTIK AARYAN 🎅 (@kartik_aaryan_fanclub_bd) on

 સારા અલી ખાન અને કાર્તિક આર્યન હાલમાં ‘લવ આજ કલ 2’નું શૂટિંગ કરી રહ્યા છે. બોલિવૂડમાં આ સારાની ત્રીજી ફિલ્મ હશે. આ પહેલા તે સુશાંત સિંહ રાજપૂતના ઓપોઝિટ ‘કેદારનાથ’ અને રણવીર સિંહના આપોઝિટ ‘સિંબા’માં જોવા મળી હતી. ફિલ્મના સેટથી લીક થયેલી ઘણી તસવીરે અને વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહી છે.

બોલિવૂડમાં ધમાકેદાર ડેબ્યુ કરનારી એક્ટ્રેસ સારા અલી ખાને ફિલ્મમેકર કરણ જોહરના શો પર ઇચ્છા વ્યક્ત કરી હતી કે તે કાર્તિક આર્યનને ડેટ કરવા ઇચ્છે છે. સારાના આ નિવેદન પછી કાર્તિક સાથેના તેના સંબંધો વિશે ગોસિપ શરૂ થઈ ગઈ હતી. હવે સમાચાર આવ્યા છે કે આ બંને હાલમાં લવ આજ કલ 2નું શૂટિંગ કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ ‘લવ આજકલ’ના બીજા પાર્ટ માટે ઈમ્તિયાઝ અલીએ સારા અલી ખાન અને કાર્તિક આર્યનને કાસ્ટ કર્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news