આજથી IPL 12નો પ્રારંભ : વિરાટના 'વિર' અને ધોનીના 'ધુરંધર' સામ સામે ટકરાશે

Chennai Super Kings vs Royal Challengers Bangalore ની પ્રથમ મેચ સાથે આજથી બહુપ્રતિક્ષિત આઇપીએલની શરૂઆત થવા જઇ રહી છે

આજથી IPL 12નો પ્રારંભ : વિરાટના 'વિર' અને ધોનીના 'ધુરંધર' સામ સામે ટકરાશે

ચેન્નાઇ : ઉંમરની સાથે સાથે પ્રદર્શનમાં નિખરી રહેલા ધોનીનીગ ત્ત ચેમ્પિયન ચેન્નાઇ સુપર કિંગ્સ અને અત્યાર સુધી એક પણ કપ પ્રાપ્ત નહી કરી શકનારી સૌથી આક્રમક ગણાતા કેપ્ટન વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વચ્ચે મેચની સાથે ઇન્ડિયન પ્રીમિયર લીગ શનિવારથી ચાલુ થવા જઇ રહી છે. કોહલીની ટીમ જો ધોનીના ધુરંધરોને તેના જ ગઢમાં હરાવી દે છે તો તે ન માત્ર કોહલી પરંતુ સમગ્ર ટીમ માટે એક મોટી સફળતા લેખાશે. 

ચેન્નાઇની કોર ટીમની ઉંમર 30 વરસની પાર છે. જેમાં ધોની શેન વોટ્સન બંન્ને 37 વર્ષનાં છે, જ્યારે ડ્વેન બ્રાવો 35, ફાક ડુ પ્લેસીસ 34, અંબાતી રાયડુ અને કેદાર જાધવ 33 અને સુરેશ રૈના 32નાં છે. સ્પિનર ઇમરાન તાહીર 39 અને હરભજન સિંહ 38 વર્ષનાં છે. ભારતીય લેગ સ્પિનર કર્ણ શર્મા (31) અને ફાસ્ટ બોલર મોહિત શર્મા (30) પણ 30 વર્ષની પાર છે. 

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સતત સારુ પ્રદર્શન કરી રહેલ ટીમ ચેન્નાએ જો કે ઉંમર મુદ્દે યુવાનોને પણ શરમાવ્યા છે. આ ટીમ હંમેશા ટોપ 4માં રહી છે અને તેના દર્શકોને હંમેશા ઉજવણીની તક પણ આપી છે. આ ઉપરાંત આ ટીમ આઇપીએલમાં અત્યાર સુધી 3 વખત વિજેતા થઇ ચુકી છે. 

તો બીજી તરફ બેંગ્લુરુની ટીમમાં અનેક મોટા નામ હોવા છતા પણ હજી સુધી એક પણ ખિતાબ પ્રાપ્ત કરી શકી નથી. શનિવારે મેચનું પરિણામ બોલર અને બેટ્સમેનનાં દબાણ સહવાની ક્ષમતા પર નિર્ભર રહેશે. ચેન્નાઇના અંબાતી રાયડૂ અને રવિંદ્ર જાડેજા સારુ પ્રદર્શન કરીને વર્લ્ડકપમાં પોતાની સીટ પાક્કી કરવાનો પ્રયાસ કરશે. બેંગ્લુરુના ફાસ્ટ બોલર ઉમેશ યાદવની નજર પણ આઇપીએલનાં પ્રદર્શનના જોરે વર્લ્ડકપમાં પોતાની સીટ પાક્કી કરવા પર રહેશે. 

ટીમ
ચેન્નાઇ સુપર કિંગ્સ : મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન) સુરેશ રૈના, અંબાતી રાયડુ, શેન વોટ્સન, ફાક ડુ પ્લેસિસ, મુરલી વિજય, કેદાર જાધવ, સૈમ બિલિંગ્સ, રવીંદ્ર જાડેજા, ધ્રુવ શોરે, ચૈતન્ય વિશ્નોઇ, રિતુરાજ ગાયકવાડ, ડ્વેન બ્રાવો, કર્ણ શર્મા, ઇમરાન તાહિર, હરભજન સિંહ, મિશેલ સેંટનેર, શાર્દુલ ઠાકુર, મોહિત શર્મા, કે.એમ આસિફ, ડેવિડ વિલી, દીપક ચહર, એન.જગદીશન.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ : વિરાટ કોહલી (કેપ્ટન), એ.બી ડિવિલિયર્સ, પાર્થિવ પટેલ, માર્કસ સ્ટોઇનિસ, શિમરોન હેટમેયર, શિવમ દુબે, નાથન કુલ્ટર નાઇલ, વોશિંગ્ટન સુંદર, ઉમેશ યાદવ, યજુવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાઝ, હેનરિક ક્લાસેન, મોઇન અલી, કોલિન ડિ ગ્રાંડહોમ, પવન નેગી, ટિમ સઉદી, અક્ષદીપ નાથ, મિલિંદ કુમાર, દેવદત્ત પી, ગુરકિરત સિંહ, પ્રયાસ રાય બર્મન, કુલવંત કેજરોલિયા, નવદીપ સૈની, હિમ્મત સિંહ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news