World cup 2019 BANvsAUS: ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને 48 રને આપ્યો પરાજય

આઈસીસી વિશ્વ કપ 2019ની 26મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને 48 રને પરાજય આપીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન હાસિલ કરી લીધું છે. 

 World cup 2019 BANvsAUS: ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને 48 રને આપ્યો પરાજય

નોટિંઘમઃ  આઈસીસી વિશ્વ કપ-2019ની 26મી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને 48 રને પરાજય આપીને પોઈન્ટ ટેબલમાં પોતાનું પ્રથમ સ્થાન મેળવી લીધું છે. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ડેવિડ વોર્નર (166), ઉસ્માન ખ્વાજા (88) અને ફિન્ચ (53)ની શાનદાર બેટિંગની મદદથી 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 381 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 333   રન બનાવી શકી હતી. બાંગ્લાદેશ તરફથી મુશફીકુર રહીમ 102 રન બનાવી અણનમ રહ્યો હતો.  આ વિજય સાથે ઓસ્ટ્રેલિયા 10 પોઈન્ટ સાથે ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. જ્યારે બાંગ્લાદેશના છ મેચ બાદ પાંચ પોઈન્ટ છે. 

ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નરે સૌથી વધુ 166 રન ફટકાર્યા હતા. આ સિવાય ફિન્ચ (53) અને ઉસ્માન ખ્વાજા (89) રનનું યોગદાન આપ્યું હતું. બાંગ્લાદેશ તરફથી સૌમ્ય સરકારે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. 

વોર્નરે બનાવ્યો આ વિશ્વકપનો સર્વોચ્ચ સ્કોર
એક વર્ષના પ્રતિબંધ બાદ વાપસી કરનાર ડેવિડ વોર્નર શાનદાર ફોર્મમાં છે. તેણે આ વિશ્વકપમાં પોતાની બીજી સદી ફટકારી હતી. તે 147 બોલમાં 14 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે કુલ 166 રન બનાવી આઉટ થયો હતો વોર્નરે ખ્વાજા સાથે બીજી વિકેટ માટે 188 રનની ભાગીદારી કરી હતી. 

વોર્નર અને ફિન્ચે અપાવી શાનદાર શરૂઆત
કેપ્ટન એરોન ફિન્ચ 53 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 24મી વનડે અડધી સદી ફટકારી હતી. ફિન્ચને સૌમ્ય સરકારે રૂબેલ હુસૈનના હાથે કેચ કરાવ્યો હતો. તેણે વોર્નર સાથે પ્રથમ વિકેટ માટે 121 રનની ભાગીદારી કરી હતી. 

ઉસ્માન ખ્વાજા 72 બોલમાં 89 રન બનાવી આઉટ થયો હતો. તેણે પોતાની ઈનિંગ દરમિયાન 10 ચોગ્ગા ફટકાર્યા હતા. સૌમ્ય સરકારે વિકેટકીપરના હાથે કેચ કરાવીને તેને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ગ્લેન મેક્સવેલ 10 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 32 રન બનાવીને રનઆઉટ થયો હતો. સ્ટીવ સ્મિથ (1)ને મુસ્તફિઝુર રહમાને LBW આઉટ કર્યો હતો. એલેક્સ કેરી 9 અને સ્ટોઇનિસ 7 રન બનાવી અણનમ રહ્યાં હતા. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news