World Cup 2019: વિશ્વકપના ત્રણ સૌથી શાનદાર ખેલાડી, જેણે પોતાના 3D પ્રદર્શનથી મચાવી ધમાલ

આજે અમે તમને આઈસીસી વિશ્વ કપ 2019ના તે  ત્રણ શાનદાર ખેલાડીઓ વિશે જણાવશું જેને ખરેખર 3D કહેવા જોઈએ. 

 World Cup 2019: વિશ્વકપના ત્રણ સૌથી શાનદાર ખેલાડી, જેણે પોતાના 3D પ્રદર્શનથી મચાવી ધમાલ

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં આઈસીસી વિશ્વ કપ 2019 રમાયો જેમાં યજમાન ઈંગ્લેન્ડે વિશ્વ કપ જીતીને ઈતિહાસ રચી દીધો છે. આ ક્રિકેટ ઈતિહાસમાં ઈંગ્લેન્ડ દ્વારા જીતવામાં આવેલો પ્રથમ વિશ્વ કપ છે. આ વચ્ચે વિશ્વ કપ શરૂ થતાં પહેલા ભારતીય પસંદગીકારોએ ક્રિકેટમાં નવા 3D શબ્દને જન્મ આપ્યો હતો. જેનો અર્થ હતો કે તે ખેલાડીમાં બોલિંગ, બેટિંગ અને ફીલ્ડિંગ ત્રણેય કરવાની ક્ષમતા છે. આ કડીમાં સૌથી પહેલું નામ વિજય શંકરનું આવ્યું પરંતુ તે 1D લાયક પણ પ્રદર્શન કરી શક્યો નથી. પરંતુ આજે અમે તમને વિશ્વ કપ 2019ના તે ત્રણ શાનદાર ખેલાડીઓ વિશે જણાવીશું, જેને ખરેખર 3Dની સંજ્ઞા અપાવી ડોઈએ. તેની બેટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગે વિશ્વકપમાં તમામનું દિલ જીતી લીધું છે. 

રવીન્દ્ર જાડેજાઃ આઈસીસી વિશ્વ કપ 2019મા ભારત માટે જાડેજા સાચો 3D ખેલાડી સાબિત થયો. તેણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હારેલી સેમિફાઇનલ મેચમાં પોતાની બેટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગથી ન માત્ર ભારતને જીતની નજીક પહોંચાડ્યું પરંતુ એક સમયે લાગી રહ્યું હતું કે, ભારત મેચ જીતી શકે છે. અંતિમ ક્ષણોમાં જાડેજા 77 રને આઉટ થઈ ગયો અને ભારતે તે મેચ ગુમાવી હતી. 

સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને 240 રનનો લક્ષ્ય આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમે 92 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. તેવામાં જાડેજાએ ધોનીની સાથે શાનદાર બેટિંગ કરી ટીમને જીતની નજીક પહોંચાડી હતી. આ મેચમાં જાડેજાએ 77 રન બનાવવાની સાથે 34 રન આપીને એક વિકેટ ઝડપી હતી. તો મેચમાં બે કેચ કર્યાં અને એક સીધા થ્રો દ્વારા ટેલરને રનઆઉટ પણ કર્યો હતો. જાડેજા આ સમયે ભારતીય ટીમનો સર્વશ્રેષ્ઠ ફીલ્ડર પણ છે. તેને ટૂર્નામેન્ટમાં કુલ 2 મેચ રમવાની તક મળી હતી. 

જિમી નીશામઃ ભારતના રવીન્દ્ર જાડેજા બાદ ન્યૂઝીલેન્ડના ખેલાડી જિમી નીશામે પણ પોતાના 3D પ્રદર્શનથી તમામ દર્શકોનું દિલ જીતી લીધું હતું. શઆનદાર બોલિંગ અને તોફાની બેટિંગ સિવાય ભારતીય ફેન્સના દિલમાં સેમિફાઇનલ મેચ દરમિયાન દિનેશ કાર્તિકનો પોઈન્ટ પર ફીલ્ડિંગ કરતા કરેલો શાનદાર કેચ હજુ પણ યાદ હશે. નીશામે હવામાં ઉડીને શાનદાર કેચ કર્યો હતો. તેવામાં સાબિત થાય કે તે એક શાનદાર ફીલ્ડર છે.

નીશામે વિશ્વ કપની 10 મેચોની 8 ઈનિંગમાં 256 રન બનાવ્યા હતા. તેણે બોલિંગમાં 10 મેચમાં 15 વિકેટ પોતાના નામે કરી હતી. આ રીતે બોલિંગ, બેટિંગ અને ફીલ્ડિંગને કારણે નીશામ આ વિશ્વકપનો સૌથી શાનદાર 3D ખેલાડી બનીને ઉભર્યો છે. 

બેન સ્ટોક્સઃ ક્રિકેટના મેદાનમાં જ્યારે પણ 3D ખેલાડીની વાત આવે તો બેન સ્ટોક્સને કેમ ભૂલી શકાય. ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સે પોતાના ઘરેલૂ મેદાનમાં રમાયેલા વિશ્વ કપમાં બોલિંગ, બેટિંગ અને ફીલ્ડિંગથી બધાના દિલમાં જગ્યા બનાવી લીધી છે. વિશ્વ કપની પ્રથમ મેચમાં આફ્રિકા વિરુદ્ધ સ્ટોક્સે શાનદાર કેચ પકડ્યો હતો. આ કેચને વિશ્વકપના સર્વશ્રેષ્ઠ કેચનો દરજ્જો પણ મળ્યો છે. તેણે ફાઇનલમાં શાનદાર 84 રન ફટકાર્યા હતા અને પોતાની ટીમને સુપર ઓવરમાં પહોંચાડી હતી. 

આ રીતે ફીલ્ડિંગ સિવાય સ્ટોક્સે બેટિંગ કરતા વિશ્વકપની 11 મેચમાં 468 રન બનાવ્યા છે, જ્યારે બોલિંગમાં સ્ટોક્સના નામે 11 મેચમાં 7 વિકેટ છે. આ રીતે સ્ટોક્સના ધમાકેદાર 3D પ્રદર્શનને કારણે તેને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news