World Cup 2019: ICCએ પૂછ્યું- ધોની કે સરફરાઝ કોનો કેચ શાનદાર, મળ્યા આવા જવાબ

જસપ્રીત બુમરાહના બોલ પર ધોનીએ જે રીતે ડાઇવ લગાવીને કાર્લોસ બ્રેથવેટનો કેચ ઝડપ્યો, તે જોવા લાયક હતો. કંઇક આ પ્રકારનો કેચ પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહમદે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ કર્યો હતો. 

World Cup 2019: ICCએ પૂછ્યું- ધોની કે સરફરાઝ કોનો કેચ શાનદાર, મળ્યા આવા જવાબ

નવી દિલ્હીઃ આઈસીસી વિશ્વ કપમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ગુરૂવાર (27 જૂન)એ રમાયેલી મેચમાં એમએસ ધોનીએ વિકેટની પાછળ એવો કેચ ઝડપ્યો, જેની ચારે તરફ ચર્ચા થઈ રહી છે. જસપ્રીત બુમરાહના બોલ પર ધોનીએ જે રીતે ડાઇવ લગાવીને કાર્લોસ બ્રેથવેટનો કેચ ઝડપ્યો, તે જોવા લાયક હતો. કંઇક આ પ્રકારનો કેચ પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહમદે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ કર્યો હતો. 

ધોનીના કેચ બાદ આઈસીસીએ બંન્ને કેચનો વીડિયો શેર કરતા પૂછ્યું કે બંન્નેમાંથી કોણે સારી રીતે કેચ કર્યો. તો પછી શું હતું, આઈસીસીના આ ટ્વીટ પર ભારત અને પાકિસ્તાનના ફેન્સ ટકરાઈ ગયા. કેટલાક તો જવાબ એવા હતા, જેને જોઈને તમે પણ ચોંકી જશો.. આઈસીસીના ટ્વીટ પર આવ્યા કંઇક આવા જવાબ... 

— ICC (@ICC) June 27, 2019

— Abhishek Joshi (@theabhijoshi) June 27, 2019

— Kaju Katli (@MonkNxtDoor) June 27, 2019

— Yo Yo Funny Singh (@moronhumor) June 27, 2019

— Hamza Awan 🇵🇰 (@HamzaAwan812) June 27, 2019

— Zeeshan (@theshanhaider) June 27, 2019

— Raman (@Dhuandhaar) June 27, 2019

ધોનીએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 61 બોલ પર અણનમ 56 રન બનાવ્યા હતા. ભારતે 50 ઓવરમાં 7 વિકેટ પર 26 રન બનાવ્યા જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 34.2 ઓવરમાં 143 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી મોહમ્મદ શમીએ ચાર વિકેટ ઝડપી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news