સંપત્તિ વેંચીને પુત્રી માટે ક્રિકેટની પિચ બનાવનાર પિતાના સંઘર્ષની કહાની

ભારતીય ટીમ આ મહિને ન્યૂઝીલેન્ડમાં વનડે અને ટી20 સિરીઝ રમવાની છે. આ પ્રવાસ માટે પ્રિયા પૂનિયાની ભારતીય ટીમમાં પસંદગી થઈ છે. 

સંપત્તિ વેંચીને પુત્રી માટે ક્રિકેટની પિચ બનાવનાર પિતાના સંઘર્ષની કહાની

નવી દિલ્હીઃ દરેક માતા-પિતાનું સપનું હોય છે કે, તેમના સંતાનો જીવનમાં સફળ થાય. પોતાના સંતાનોની સફળતા માટે તેઓ દિવસ-રાત એક કરી દે છે. તેમની અથાક પરિશ્રમનું પરિઆમ હોય છે બાળકો પોતાના ક્ષેત્રમાં આગળ વધે છે. આવી જ એક કહાની છે પિતા સુરેન્દ્રની જેણે પોતાના લાડલી પુત્રી માટે પોતાની પ્રોપર્ટી વેંચીને ક્રિકેટની પિચ બનાવી હતી. પિતાના આ ત્યાગથી પ્રેરણા લેતા પુત્રીએ પણ તેમને નિરાશ ન કર્યા અને પોતાની મહેનતથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. પિતા-પુત્રીના ત્યાગની કહાની છે રાજસ્થાનના ચુરુ નિવાસી પ્રિયા અને સુરેન્દ્ર પુનિયાની. 

22 વર્ષની પુત્રીને ટીમ ઈન્ડિયામાં રમશે તે સપનું જોઈને તેમણે પોતાની સંપતિ વેંચીને પૈસાની વ્યવસ્થા કરી અને વર્ષ 2010મા જયપુર સ્થિત હરમાડામાં 22 લાખ રૂપિયાની કિંમતમાં 1.5 વીઘા જમીન ખરીદી હતી. પુત્રીના સપનાને પૂરુ કરવા માટે ક્રિકેટ પિચ પણ બનાવી હતી. પોતાના આ નિર્ણય પર સુરેન્દ્ર કહે છે કે, હું હંમેશા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બનાવવા ઈચ્છતો હતો. પરંતુ મારી પુત્રીને બેડમિન્ટન પ્રત્યે ઉત્સાહ ન હતો, ત્યારે મેં નક્કી કર્યું કે, અહીં ક્રિકેટ પિચ અને નેટ્સ ફીટ કરાવી દઉં. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રની પુત્રી પુનિયાને ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે ભારતીય મહિલા ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. 

પોતાની પસંદગી પર વાત કરતા તેણે કહ્યું કે, મને આશા હતી કે વનડે ટીમમાં મારી પસંદગી થશે, પરંતુ મને જે તક મળશે તેમાં હું પોતાને સાબિત કરવાનો પ્રયત્ન કરીશ. હું આંતરરાષ્ટ્રીય સ્તરે કંઇક ખાસ કરવા ઈચ્છું છું. પ્રિયાએ આ વખતે ડોમેસ્ટિક ક્રિકેટમાં બે સદી ફટકારી છે. તેથી તેને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે. લગભગ તેના સિક્સ ફટકારવાના અંદાજને કારણે તેને ટી20 ક્રિકેટમાં જગ્યા આપવામાં આવી છે. 

ચુરૂમાં રહેનારી પ્રિયા દિલ્હીની ટીમ માટે રમે છે. તે ઓપનિંગ બેટ્સમેન છે. તેને 2015 વિશ્વાસ હતો કે એક દિવસ રાષ્ટ્રીય ટીમમાં તક મળશે. પ્રિયાને વિશ્વાસ હતો કે પસંદગીકારો સારા પ્રદર્શનને જોઈને તક આપશે, પરંતુ આમ ન થયું. તેના પર તેણે કહ્યું કે, તે સમયે મને આશા હતી પરંતુ તેમ ન થતાં હું નિરાશ ન થઈ મેં હાર ન માની. હું જાણતી હતી કે મારો પણ સમય આવશે. 

(તમામ ફોટો સાભારઃ પ્રિયા પૂનિયા ફેસબુક)

તે સમયે પ્રિયાએ હાર ન માની અને પોતાના સપનાને પૂરૂ કરવામાં લાગી ગઈ હતી. આખરે ત્રણ વર્ષ બાદ તેને ટીમમાં જગ્યા મળી છે. પોતાની પુત્રીની ભારતીય ટીમમાં પસંદગી થતા માતા-પિતા ખુબ ખુશ છે. તેમને લાગે છે કે, પુત્રી ભારત રમશે, તે તેમનું સપનું પૂરૂ થઈ રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news