IND vs SA: વિરાટ કોહલીને બીજી મેચમાંથી કેમ કરાયો બહાર? KL રાહુલ બન્યો ટીમ ઈન્ડિયાનો 34મો ટેસ્ટ કેપ્ટન

IND vs SA: વિરાટ કોહલીને બીજી મેચમાંથી કેમ કરાયો બહાર? KL રાહુલ બન્યો ટીમ ઈન્ડિયાનો 34મો ટેસ્ટ કેપ્ટન

નવી દિલ્લીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જોહાનિસબર્ગ ટેસ્ટ શરૂ થાય તે પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. વિરાટ કોહલી આ ટેસ્ટ નથી રમી રહ્યો. તેના સ્થાને KL રાહુલ ટીમની કમાન સંભાળી રહ્યો છે. ભારત તરફથી ટેસ્ટ કેપ્ટનશિપ કરનાર 34મો ખેલાડી છે. KL રાહુલે કેપ્ટન તરીકે પોતાની પ્રથમ ટેસ્ટમાં પણ ટોસ જીત્યો હતો. આ પછી તેણે કહ્યું કે વિરાટ કોહલીને કમરમાં દુખાવો છે અને તેથી જ તે રમી રહ્યો નથી.

KL રાહુલ પર મોટી જવાબદારી-
રોહિત શર્માની ગેરહાજરીમાં KL રાહુલને હાલમાં જ ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, હવે જ્યારે વિરાટ કોહલી ઈજાગ્રસ્ત થયો છે ત્યારે રાહુલને મોટી જવાબદારી મળી છે.

KL રાહુલે ટોસ જીત્યો હતો-
પ્રથમ વખત ભારતીય ટેસ્ટ ટીમની કમાન સંભાળી રહેલા KL રાહુલે દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીની બીજી ટેસ્ટ મેચમાં ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

હનુમા વિહારીને તક મળી-
વિરાટ કોહલીની જગ્યાએ હનુમા વિહારીને પ્લેઇંગ 11માં રાખવામાં આવ્યો છે. સેન્ચુરિયનમાં છેલ્લી મેચ જીતનાર ભારતની ટીમમાં આ એકમાત્ર ફેરફાર છે. ટોસ દરમિયાન રાહુલે કહ્યું, 'કોહલીને પીઠમાં દુખાવો છે. આગામી મેચ સુધી તે ફિટ થશે તેવી આશા છે.

દક્ષિણ આફ્રિકાની ટીમમાં 2 ફેરફાર-
દક્ષિણ આફ્રિકાએ પોતાની ટીમમાં બે ફેરફાર કર્યા છે. પત્નીની પ્રસૂતિના કારણે રજા પર ગયેલા વિકેટ-કીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકના સ્થાને કાયલ વેરેને અને વિયાન મુલ્ડરની જગ્યાએ ડ્યુએન ઓલિવિયરની પસંદગી કરવામાં આવી છે.

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11-
કેએલ રાહુલ (કેપ્ટન), મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, ઋષભ પંત (ડબ્લ્યુકે), રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

સાઉથ આફ્રિકા પ્લેઇંગ 11-
ડીન એલ્ગર (સી), એડન માર્કરામ, કીગન પીટરસન, રસી વાન ડેર ડુસેન, ટેમ્બા બાવુમા, કાયલ વર્ને (ડબ્લ્યુકે), માર્કો જેન્સેન, કાગીસો રબાડા, કેશવ મહારાજ, ડુઆન ઓલિવર લુંગી એનગીડી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news