આખી જિંદગી ધોકા ટીચ્યાં છતાં આ બેટ્સમેનોએ કરિયરમાં એક પણ છગ્ગો નથી માર્યો! યાદીમાં આ ભારતીય ખેલાડી પણ છે

Cricket Career: દરેક બેટ્સમેન પોતાની કારકિર્દીમાં સિક્સર ફટકારે છે, પરંતુ દુનિયામાં કેટલાક એવા બેટ્સમેન છે જેઓ પોતાની આખી વન ડે ઈન્ટરનેશનલ કરિયરમાં એક પણ સિક્સર નથી ફટકારી શક્યા. આ યાદીમાં એક ભારતીય બેટ્સમેન પણ સામેલ છે.

આખી જિંદગી ધોકા ટીચ્યાં છતાં આ બેટ્સમેનોએ કરિયરમાં એક પણ છગ્ગો નથી માર્યો! યાદીમાં આ ભારતીય ખેલાડી પણ છે

નવી દિલ્લીઃ ક્રિકેટની રમતમાં હંમેશા બેટ્સમેનોનું વર્ચસ્વ રહ્યું છે. આ રમતમાં મોટાભાગના પ્રસંગોમાં બેટ્સમેન બોલરો પર પ્રભુત્વ ધરાવે છે. બોલર હંમેશા એવા બેટ્સમેનને ટાળવા માટે જુએ છે જે લાંબા સિક્સર અને ફોર ફટકારવા માટે જાણીતા છે. મેચમાં ચોક્કસપણે એવો સમય આવે છે જ્યારે બેટ્સમેન ધીમેથી રમવાનું છોડી દે છે અને ચોગ્ગા અને છગ્ગા મારવા તરફ જુએ છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં કેટલાક એવા ખેલાડીઓ છે. જેઓ પોતાની આખી વન ડે ઈન્ટરનેશનલ કરિયરમાં એક પણ સિક્સર ફટકારી શક્યા નથી. આ યાદીમાં એક ભારતીય બેટ્સમેન પણ છે.

No description available.1. થિલન સમરવીરા-
શ્રીલંકાના દિગ્ગજ બેટ્સમેન થિલન સમરવીરા તેમના સમયના શ્રેષ્ઠ ટેસ્ટ બેટ્સમેનોમાંના એક છે. તેમણે શ્રીલંકન ટીમ માટે 5000થી વધુ ટેસ્ટ રન બનાવ્યા. પરંતુ સમરવીરા પોતાની વન ડે ઈન્ટરનેશનલ કરિયરમાં કંઈ ખાસ કરી શક્યા નહોતા. તે તેમની 12 વર્ષની કારકિર્દી દરમિયાન 53 મેચમાં એક પણ સિક્સ ફટકારી શક્યા ન હતા. આશ્ચર્યની વાત એ છે કે, આ ખેલાડીએ શ્રીલંકા માટે આટલી બધી વન ડે ઈન્ટરનેશનલ મેચ રમી, છતાં તે સિક્સર ફટકારવામાં સફળ રહ્યા ન હતા.2. કૈલમ ફર્ગ્યુસન-
2009માં ઓસ્ટ્રેલિયા તરફથી ડેબ્યૂ કરનાર સ્ટાર બેટ્સમેન કૈલમ ફર્ગ્યુસને તેની ટીમ માટે કુલ 30 વન ડે ઈન્ટરનેશનલ રમી હતી. ફર્ગ્યુસને 40થી ઉપરની એવરેજથી 663 રન બનાવ્યા. જેમાં 5 સદી સામેલ છે. આટલી મેચ રમ્યા બાદ પણ આ બેટ્સમેન ક્રિકેટમાં એક પણ સિક્સર મારી શક્યો નથી. ફર્ગ્યુસન છેલ્લા પાંચ વર્ષથી ઓસ્ટ્રેલિયન ટીમમાં જગ્યા બનાવી શક્યો નથી. જો કે આ બેટ્સમેન હજુ પણ દુનિયાભરની ક્રિકેટ લીગમાં પોતાનો પાવર બતાવે છે.3. જ્યોફ્રી બોયકોટ-
ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર જ્યોફ્રી બોયકોટને ઈંગ્લેન્ડના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક ગણવામાં આવે છે. ટેસ્ટ ક્રિકેટમાં બોયકોટની બેટિંગનો કોઈ જવાબ નહોતો. પરંતુ 36 વન ડે ઈન્ટરનેશનલમાં, બોયકોટે 1,000થી વધુ રન બનાવ્યા, જેમાં એક સદી અને 9 અડધી સદીનો સમાવેશ થાય છે. જો કે, આ સમય દરમિયાન તેમણે તેમની વન ડે ઈન્ટરનેશનલ કારકિર્દી દરમિયાન એક પણ સિક્સર ફટકારી ન હતી.

No description available.4. ડીયોન ઈબ્રાહિમ-
ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ બેટ્સમેન ડીયોન ઈબ્રાહિમે પોતાની કારકિર્દીમાં 29 ટેસ્ટ અને 82 વનડે રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 1000થી વધુ રન નીકળ્યા હતા. તેની વન ડે ઈન્ટરનેશનલ કારકિર્દીમાં તેણે 1 સદી અને 4 અડધી સદી પણ ફટકારી હતી. પરંતુ તેમ છતાં તે તેની વન ડે ઈન્ટરનેશનલ કારકિર્દીમાં ક્યારેય સિક્સર ફટકારી શક્યો નથી.5. મનોજ પ્રભાકર-
ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર મનોજ પ્રભાકરે 1984થી 1996 દરમિયાન ભારત માટે ક્રિકેટ રમ્યા. પ્રભાકરે ભારત માટે 130 વન ડે ઈન્ટરનેશનલI રમી અને આ દરમિયાન તેમણે 2 સદી અને 11 અડધી સદી સહિત 1800થી વધુ રન બનાવ્યા. એક શાનદાર બેટ્સમેન હોવા છતાં, આ ખેલાડી તેમની સમગ્ર વન ડે ઈન્ટરનેશનલ કારકિર્દીમાં એક પણ સિક્સર ફટકારી શક્યો નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news