બીસીસીઆઈની ચૂંટણી 22ની જગ્યાએ 23 ઓક્ટોબરે થશેઃ સીઓએ પ્રમુખ રાય
વિનોદ રાયે કહ્યું કે, મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીને કારણે બીસીસીઆીની ચૂંટણી હવે 23 તારીખે થશે.
Trending Photos
નવી દિલ્હીઃ બીસીસીઆઈની ચૂંટણી હરિયાણા અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને કારણે હવે એક દિવસ મોડી 23 ઓક્ટોબરે યોજાશે. ભારતીય ક્રિકેટનું સંચાલન કરી રહેલી પ્રશાસકોની સમિતિના અધ્યક્ષ વિનોદ રાયે મંગળવારે પીટીઆઈને આ જાણકારી આપી હતી. બંન્ને રાજ્યોમાં એક તબક્કામાં 21 ઓક્ટોબરે ચૂંટણી થશે અને આ બે એસોસિએશનના મત આપનારા સભ્યોને કોઈ અસુવિધા ન થાય તે નક્કી કરવા માટે બીસીસીઆઈએ ચૂંટણી એક દિવસ માટે સ્થગિત કરી છે.
સીઓએ પ્રમુખ રાયે કહ્યું, 'બીસીસીઆઈની ચૂંટણી પાટા પર છે. રાજ્ય ચૂંટણીને કારણે અમે ચૂંટણી એક દિવસ ટાળવાનો નિર્ણય લીધો છે. તેથી હવે તે 22 ઓક્ટોબરની જગ્યાએ 23 ઓક્ટોબરે યોજાશે. અન્ય જગ્યાએ તમે ગમે તે વાંચશો તે તથ્યાત્મક રૂપે ખોટુ હશે.'
સીઓએની એક અન્ય સભ્ય ડાયના એડલ્જીએ કહ્યું કે, તે બીસીસીઆઈની ચૂંટણીમાં કોઈપણ પ્રકારના વિલંબની વિરુદ્ધ છે પરંતુ સમજી શકાય છે કે રાજ્ય ચૂંટણીને કારણ તેને એક દિવસ ટાળવામાં આવી છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન એડલ્જીએ કહ્યું, 'સુપ્રીમ કોર્ટના 20 સપ્ટેમ્બરના આદેશ અનુસાર રાજ્ય એસોસિએશનને કેટલાક દિવસની છૂટ આપી શકાય છે પરંતુ બીસીસીઆઈની ચૂંટણી સમય પર થવી જોઈએ. મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી હોવાને કારણે અમે તેને એક દિવસ માટે ટાળી શકીએ છીએ.'
રાય મંગળવારે સુપ્રીમ કોર્ટની સુનાવણીના પરિણામથી ખુશ હતા. સુનાવણી દરમિયાન તેમની અરજીનો સ્વીકાર કરવામાં આવ્યો જેમાં તમિલનાડુ ક્રિકેટ સંઘને ચૂંટણી કરાવવા માટે આપવામાં આવેલી મંજૂરી પર સ્પષ્ટીકરણની માગ કરવામાં આવી હતી.
તેમણે કહ્યું, 'આજે અરજી પર સુનાવણી થઈ. બીસીસીઆઈના વકીલ, ટીએનસીએના વકીલ અને ન્યાયમિત્ર પીએસ નરસિમ્હા ત્યાં હાજર હતા. હું પરિણામથી ખુશ છું.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે