ડૂંગળીના વધતા ભાવ પર કેન્દ્રીય મંત્રીએ સંગ્રાહખોરોને આપી ચેતવણી
Onion Price: રામવિલાસ પાસવાને જણાવ્યું છે કે, 'મારે મંત્રી તરીકે ખેડૂતો અને ગ્રાહકો બંનેનું ધ્યાન રાખવાનું હોય છે. સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર આ ત્રણ ખતરનાક મહિના હોય છે. આ ત્રણ મહિનામાં દર વર્ષે શાકભાજીના ભાવ વધે છે'
Trending Photos
નવી દિલ્હીઃ દેશભરમાં વધતા જતા ડૂંગળાના ભાવ અંગે કેન્દ્રીય ખાદ્ય મંત્રી રામવિલાસ પાવાને સંગ્રાહખોરોને ચેતવણી આપી છે અને સાથે જ જણાવ્યું છે કે, અમે સંગ્રાહખોરોને કહેવા માગીએ છીએ કે કાર્યવાહી કરવાની તમામ પદ્ધતિ અમારી પાસે છે. તેઓ અમને કાર્યવાહી કરવા માટે મજબૂર ન કરે. સાથે જ અનેક રાજ્યોમાં ડૂંગળીના વધેલા ભાવોનું કારણ પણ તેમણે જણાવ્યું છે.
રામવિલાસ પાસવાને જણાવ્યું છે કે, 'મારે મંત્રી તરીકે ખેડૂતો અને ગ્રાહકો બંનેનું ધ્યાન રાખવાનું હોય છે. સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર આ ત્રણ ખતરનાક મહિના હોય છે. આ ત્રણ મહિનામાં દર વર્ષે શાકભાજીના ભાવ વધે છે. તેમણે કહ્યું કે, અનેક રાજ્યોમાં આવેલા પૂરના કારણે પરિવહનમાં મુશ્કેલી નડી રહી છે.'
ખાદ્યમંત્રીએ જણાવ્યું કે, અમારી પાસે 50,000 ટન ડૂંગળીનો બફર સ્ટોક છે. 15,000 ટન બજારમાં મોકલી દેવાઈ છે. હજુ પણ 30,000 ટનનો બફર સ્ટોક સરકાર પાસે છે. તેમણે કહ્યું કે, અમે તમામ રાજ્યોને જણાવ્યું છે કે, તેઓ લોકોને ડૂંગળી સરળતાથી ઉપલબ્ધ કરાવે.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે